BCCI: ભારતીય ક્રિકેટરોને કોરોના રસી આપવા માટે પ્રયાસ, ઘૂમલ એ કહ્યુ સરકાર સાથે વાતચીત જારી

|

Feb 01, 2021 | 9:37 AM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના કોષાધ્યક્ષ અરુણકુમાર ઘૂમલ (ArunKumar Dhumal) એ કહ્યુ છે કે, બોર્ડ પોતાના ખેલાડીઓને કોરોના વેકસીન (Corona Vaccine) આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધૂમલે કહ્યુ હતુ કે ખેલાડી લગાતા બાયો-બબલ (Bio-Bubble) માં છે, જે તેમના માટે ખૂબ પરેશાની ભર્યુ છે.

BCCI: ભારતીય ક્રિકેટરોને કોરોના રસી આપવા માટે પ્રયાસ, ઘૂમલ એ કહ્યુ સરકાર સાથે વાતચીત જારી
ભારતીય ટીમ મોટેભાગે લગભગ છ મહિના થી અલગ અલગ બાયોબબલમાં છે.

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના કોષાધ્યક્ષ અરુણકુમાર ઘૂમલ (ArunKumar Dhumal) એ કહ્યુ છે કે, બોર્ડ પોતાના ખેલાડીઓને કોરોના વેકસીન (Corona Vaccine) આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધૂમલે કહ્યુ હતુ કે ખેલાડી લગાતા બાયો-બબલ (Bio-Bubble) માં છે, જે તેમના માટે ખૂબ પરેશાની ભર્યુ છે. ભારતીય ટીમ હાલમાં ચેન્નાઇમાં બાયો-બબલમાં છે, જ્યાં ઇંગ્લેંડની સાથે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાશે. ધૂમલ એ સાથે જ ભારત-ઇંગ્લેંડ (India vs England) સિરીઝ માટે દર્શક પ્રવેશ માટે હાલમાં સ્થિતીની સમિક્ષા કરવામાં આવી રહી છે.

ભારતીય ટીમ મોટેભાગે લગભગ છ મહિના થી અલગ અલગ બાયોબબલમાં છે. ઓગષ્ટમાં તમામ ખેલાડીઓ IPLલ 2020 માટે પોતાની પ્રથમ પોતાની ટીમ સાથએ ભારતમાં અને બાદમાં UAE પહોંચી ટુર્નામેન્ટમાં ખતમ થઇ ત્યાં સુધી બબલમાં રહ્યા હતા. ત્યાર બાદ યુએઇ થી સીધા જ ઓસ્ટ્રલીયા પ્રવાસ પર પહોંચી હતી. જ્યાં પણ 19 જાન્યુઆરી સુધી ખેલાડીઓએ બબલમાં રહેવુ પડ્યુ હતુ. હવે ચેન્નાઇમાં ફરી વાર બાયોબબલમાં આવી ગયા છે જે આગામી માર્ચ માસના અંત સુધી રહેશે. આમ લાંબા સમય સુધી સતત બંધ માહોલમાં રહેવુ ખેલાડીઓ માટે માનસિક રીતે થકાઉ રહે છે.

આ અંગે વાત કરતા BCCI ના કોષાધ્યક્ષ ધૂમલ એ કહ્યુ હતુ કે આ મુશ્કેલ છે. જ્યાં સુધી ખેલાડીઓને રસી નહી અપાય ત્યાં લગી આવી સ્થિતી જારી રહેશે. સમાચાર એજન્સી PTI સાથે વાત કરતા તેઓએ કહ્યુ હતુ કે, આ મુશ્કેલ છે, જોકે અમને રમતનો તો મોકો મળી રહ્યો છે. અમે ખેલાડીઓને વેકસિન મળે એ માટે પ્રયાસ કરી રહ્યા છીએ. સરકારનો નિર્દેશ છે કે, ફ્રન્ટલાઇન વર્કસ અને સૌથી સંવેદનશીલ મામલામાં સૌથી પહેલા વેકસીન આપવામાં આવશે. જોકે અમે ખેલાડીઓને વેકસિન અપાવવા માટે સરકાર સાથે સંપર્કમાં છીએ.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ભારતમાં લગાતાર ઘટતા જઇ રહેલા કોરોના વાયરસના મામલાને લઇને આશા દર્શાવાઇ રહી હતી કે, મર્યાદીત સંખ્યામાં દર્શકોને પ્રવેશ મળશે. જોકે ચેન્નાઇમાં બંને ટેસ્ટ મેચમાં તેની સંભાવના ખતમ કરી દેવાઇ હતી. કારણ કે તામિલનાડુ ક્રિકેટ એસોશિએશન (TNCA) એ તેની પરવાનગી થી મનાઇ કરી દીધી હતી. જોકે બોર્ડ આગળની મેચ માટે તેની સંભાવનાઓને ચકાસી રહી છે. ધૂમલે કહ્યુ હતુ કે અમે દર્શકો આવવાને લઇને ખુબ જ ઉત્સુક છીએ. સ્વાભાવિક રીતે 100 ટકા ક્ષમતા ની પરવાનગી નહી હોય, જોકે અમે 25-50 ટકા ક્ષમતા અંગે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Next Article