IPL 2022: IPL છોડનારા ખેલાડીઓને સબક શીખવાડશે BCCI, ખેલાડીઓની મુશ્કેલી વધી શકે છે

|

Mar 29, 2022 | 1:30 PM

આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની તાજેતરની બેઠકમાં નજીવા કારણોસર આઈપીએલ છોડી દેનારા ખેલાડીઓ સામે કાર્યવાહી કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. BCCI એ ખેલાડીઓ પર લગામ લગાવવાની તૈયારી કરી રહ્યું છે જેમણે IPLમાંથી પોતાના નામ પાછા ખેંચી લીધા છે.

IPL 2022:  IPL છોડનારા ખેલાડીઓને સબક શીખવાડશે BCCI, ખેલાડીઓની મુશ્કેલી વધી શકે છે
IPL છોડનારા ખેલાડીઓને સબક શીખવાડશે BCCI
Image Credit source: IPL

Follow us on

IPL 2022: IPL લીગ શરુ થઈ ગયા છે, તમામ ટીમોએ ઘણો ખર્ચ કર્યો અને મજબૂત ટીમ બનાવી હતી. પરંતુ લીગની શરૂઆત પહેલા કેટલાક ટીમોના ઘણા ખેલાડીઓની ઈજાથી પરેશાન હતા, તેથી કેટલાક ખેલાડી (Player)ઓએ સીઝનમાંથી જ બહાર થવાનો નિર્ણય લીધો હતો. ખેલાડીઓ બહાર થવાને કારણે ટીમોની ગણતરી બગડી જાય છે. આવી સ્થિતિમાં BCCI કોઈપણ કારણ વગર IPL (IPL 2022)છોડી દેનારા ખેલાડીઓ પર લગામ લગાવવાની તૈયારી કરી રહ્યું છે.

હાલમાં આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ (IPL Governing Council)ની મીટિંગમાં આ વિશે ચર્ચા થઈ હતી. આ દરમિયાન જ્યારે ઓક્શનમાં ખેલાડીઓને નાની રકમ મળે છે ત્યારે તેનામાં ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. માનવામાં આવે છે કે, ઈગ્લેન્ડના જેસન રોય એલેક્સ હેલ્સે પણ આ કારણે જ આઈપીએલ 2022 છોડવાનો નિર્ણય લીધો હતો. આ બંન્નેની બેઝ પ્રાઈઝ પર જ ઓક્શનમાં લેવામાં આવ્યા હતા. બાયો બબલને ટાંકીને રોય પણ IPLમાંથી બહાર થઈ ગયો હતો

આઈપીએલમાંથી દુર થયેલા ખેલાડીઓ વૉચ લિસ્ટમાં સામેલ થશે

Cricbuzzના રિપોર્ટમાં ગવર્નિંગ કાઉન્સિલના એક સભ્યએ કહ્યું કે, ફેન્ચાઈઝી ટૂનામેન્ટનો મહત્વનો ભાગ છે. તે કોઈ યોજના હેઠળ આ ખેલાડીઓ ઉપર દાવ લગાવે છે. જો કોઈ ખેલાડી કોઈ કારણો આપી બહાર થઈ જાય છે તો ટીમની યોજના બગડે છે Cricbuzzના રિપોર્ટમાં સમગ્ર મામલાને જાણકારી આપનારે સુત્રના હવાલે કહ્યું કે, એક પૉલિસી રહશે જેના હેઠળ કોઈએ પણ આઈપીએલ માંથી નામ પરત લીધું છે તો તેમને કેટલાક વર્ષોમાટે ટૂનામેન્ટમાં રમવા માટે રોકવામાં આવશે. આ નિર્ણય માટે ખેલાડી પર કાર્યવાહી કરતા પહેલા રિસર્ચ કરવામાં આવશે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

સામાન્ય રીતે ઈજાગ્રસ્ત અથવા ઈન્ટરનેશનલ મેચ રમવાના કારણ યોગ્ય માનવામાં આવે છે. કેટલાક સમયથી અમુક ખેલાડી આઈપીએલમાંથી દુર થતા રહે છે. મિચેલ સ્ટાર્ક પણ આરસીબી અને કેકેઆરમાં પસંદગી થયા બાદ આવુ કર્યું છએ. બીસીસીઆઈ આ મામલે કહ્યું કે, તેમણે બોર્ડમાંથી દુર કરવામાં કહ્યું હતુ. આવી હાલતમાં ખેલાડીની પાસે ખુબ ઓછો વિકલ્પ હોય છે.

 

આ પણ વાંચો : Gujarat Assembly election 2022 : ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની થશે એન્ટ્રી, પાટીદાર અને મુસ્લિમ વોટબેંક કબજે કરવાનો કેજરીવાલનો પ્લાન

Next Article