Former cricketers :ભૂતપૂર્વ ઓપનર અંશુમન ગાયકવાડ, જેમણે ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનનું ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ની એપેક્સ કાઉન્સિલમાં પ્રતિનિધિત્વ કર્યું, શુક્રવારે કહ્યું કે, બોર્ડ ભૂતપૂર્વ ખેલાડીઓ માટે પેન્શન દરખાસ્ત લાવવા માટે તૈયાર છે.
ICAની લાંબા સમયથી ચાલતી માંગમાં ભૂતપૂર્વ ખેલાડીઓ માટે પેન્શનનો સમાવેશ થાય છે જેમણે 25 થી ઓછી ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, ઉપરાંત ભૂતપૂર્વ ક્રિકેટરો (Former cricketers) અને મહિલા સ્થાનિક ક્રિકેટરો માટે પેન્શનનો સમાવેશ થાય છે.
ભૂતપૂર્વ ખેલાડીઓ માટે પેન્શન (Pension)માં સુધારા અંગે પૂછવામાં આવતાં ગાયકવાડે જણાવ્યું હતું કે, “છેલ્લી બેઠકમાં તેની ચર્ચા કરવામાં આવી હતી. સૌરવ (BCCI પ્રમુખ ગાંગુલી) એ ખાતરી આપી છે કે તેઓ આગામી બેઠકમાં પ્રસ્તાવ લાવશે. “તે માત્ર પેન્શન વધારવા માટે નથી. જેમાં ભૂતપૂર્વ ખેલાડીઓની વિધવાઓ માટે પેન્શન (Pension)નો ઉલ્લેખ હશે. અત્યારે 25 ફર્સ્ટ ક્લાસ મેચ રમનારાઓને પેન્શનનો લાભ મળે છે પરંતુ તે ધીમે ધીમે 10 પર આવી જશે.
બીસીસીઆઈ (Board of Control for Cricket in India)એ સોમવારે જાહેરાત કરી હતી કે, કોવિડ -19 (Covid-19)થી અસરગ્રસ્ત 2020-21 સીઝન માટે વળતર તરીકે ખેલાડીઓને 50 ટકા વધારાની મેચ ફી ચૂકવવામાં આવશે અને આગામી સીઝન માટે તેમની ફીમાં પણ વધારો કરવામાં આવશે. ભારતના ભૂતપૂર્વ કોચ ગાયકવાડે આ પગલાની પ્રશંસા કરી હતી. તેઓ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદી (Former Captain Bishan Singh Bedi)પરના પુસ્તક ‘સરદાર ઓફ સ્પિન’ના લોકાર્પણ પ્રસંગે બોલ્યા હતા.
IPL 2021 (Indian Premier League)માં, સુપર શનિવારની બીજી મેચ શારજાહમાં રમાનારી છે. જેને બોલરોનું કબ્રસ્તાન માનવામાં છે. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)અને પંજાબ કિંગ્સ (Punjab Kings)સામ સામે હશે. પહેલી તે ટીમ છે હાલ ટુર્નામેન્ટમાં સૌથી ખરાબ છે અને બીજી ટીમ જે ઘાયલ છે. બંને માટે હવે હારવાની મનાઈ છે.
આવી સ્થિતીમાં જીત માટે જબરદસ્ત સંઘર્ષની આશા છે. પંજાબ કિંગ્સ (Punjab Kings)ઘાયલ છે કારણ કે, તેઓ રાજસ્થાન રોયલ્સ (Sunrisers Hyderabad) સામે જીતેલી મેચ અંતમાં હારી ગયા હતા. સનરાઇઝર્સને હંમેશા જીતની શોધ છે. કારણ કે તેઓ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં 8 મેચ રમ્યા છે, તેમાંથી માત્ર 1 મેચ જીતી છે.
Published On - 1:12 pm, Sat, 25 September 21