Cricket: યુરોપમાં આ બેટ્સમેને કર્યુ ધમાકેદાર પરાક્રમ, એક ઓવરમાં ફટકારી 6 સિક્સર

|

May 21, 2021 | 9:07 PM

ક્રિકેટર અરિથરન વસીકરણ (Aritharan Vaseekaran)નું અજાણ્યુ નામ એકાએક ક્રિકેટ વિશ્વમાં છવાઈ જવા પામ્યુ છે. અરિથરને એકા એક ચર્ચામાં આવવાનું કારણ ના માત્ર તેની ધમાકેદાર બેટીંગ જ છે,

Cricket: યુરોપમાં આ બેટ્સમેને કર્યુ ધમાકેદાર પરાક્રમ, એક ઓવરમાં ફટકારી 6 સિક્સર
Aritharan Vaseekaran

Follow us on

ક્રિકેટર અરિથરન વસીકરણ (Aritharan Vaseekaran)નું અજાણ્યુ નામ એકાએક ક્રિકેટ વિશ્વમાં છવાઈ જવા પામ્યુ છે. અરિથરને એકા એક ચર્ચામાં આવવાનું કારણ ના માત્ર તેની ધમાકેદાર બેટીંગ જ છે, પરંતુ જે પરાક્રમ યુવરાજ અને શાસ્ત્રીએ કર્યુ છે એ તે પોતે પણ કરી ચુક્યો છે. 34 વર્ષિય અરિથરને યુરોપિયન ક્રિકેટ સિરીઝ (European Cricket Series)માં રમતા 6 બોલમાં 6 સિક્સર લગાવી છે.

 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

T10 ટુર્નામેન્ટમાં રમવા દરમ્યાન બાયર ઉર્ડિગન બુસ્ટર્સ (Bayer Uerdingen Boosters) તરફથી રમવા દરમ્યાન તેણે આ પરાક્રમ કરી દેખાડ્યુ હતુ. આ સાથે જ હવે તે વિશ્વના એવા ગણ્યાં ગાંઠ્યા બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે, જે સળંગ 6 બોલમાં 6 છગ્ગા લગાવ્યા છે. તેણે મેચની પાંચમી ઓવરમાં આયુષ શર્માની બોલીંગ દરમ્યાન છગ્ગા ફટકાર્યા હતા.

https://twitter.com/1998Srikrishna/status/1395663563570647049?s=20

 

અરિથરન વસીકરણની તોફાની બેટીંગને લઈને તેની ટીમે 10 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 115 રન કર્યા હતા. તેણે ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 7 મેચમાં 161 રન બનાવ્યા છે. આ દરમ્યાન તેનો સ્ટ્રાઈક રેટ 180 રનનો રહ્યો હતો.

 

એક જ ઓવરમાં છ છગ્ગા લગાવવાની યાદીમાં રવિ શાસ્ત્રી, યુવરાજ સિંહ, ગેરી સોબર્સ, હર્ષિલ ગીબ્સ, જોર્ડન ક્લાર્ક, કિયરોન પોલાર્ડ, રવિન્દ્ર જાડેજા સામેલ છે. હવે આ યાદીમાં એક નામ વધુ અરિથરન વસીકરણનું ઉમેરાયુ છે.

 

આ પણ વાંચો: Cricket: બેટથી ધૂમ મચાવતો રહેતો શિખર ધવન વાંસળીના મધુર સૂર રેલાવતો નજર આવ્યો, જુઓ વિડીયો

Next Article