Suhas L Yathiraj : બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL4માં, સુહાસ એલ. યથીરાજે સેટિયાવાન ફ્રેડીને હરાવ્યો. હવે તેઓ ગોલ્ડ મેડલ માટે રમશે

|

Sep 04, 2021 | 9:12 AM

બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL4માં, સુહાસ એલ. યથીરાજે સેટિયાવાન ફ્રેડીને હરાવ્યો. હવે તેઓ ગોલ્ડ મેડલ માટે રમશે.સુહાસ યથીરાજે 2020 માં બ્રાઝિલ ઓપન અને પેરુ ઓપનમાં ગોલ્ડ મેડલ જીત્યા અને પછી વર્લ્ડ રેન્કિંગના આધારે પેરાલિમ્પિક ગેમ્સની ટિકિટ મેળવી.

Suhas L Yathiraj : બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL4માં, સુહાસ એલ. યથીરાજે સેટિયાવાન ફ્રેડીને હરાવ્યો. હવે તેઓ ગોલ્ડ મેડલ માટે રમશે
Suhas L Yathiraj

Follow us on

Suhas L Yathiraj : ભારતના બેડમિન્ટન ખેલાડી (Badminton Player) સુહાસ યથીરાજે (Suhas Yathiraj) ટોક્યો પેરાલિમ્પિક્સ -2020 માં શાનદાર શરૂઆત કરી છે. તેણે તેની પુરુષ સિંગલ્સ શ્રેણી SL4- ગ્રુપ A ની પ્રથમ મેચ જીતી છે. સુહાસે આ મેચ સરળતાથી જીતી લીધી.

આ મેચમાં તેણે જર્મનીના નિકલાસ પોટના પડકારનો સામનો કર્યો હતો. આજે બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL4માં, સુહાસ એલ. યથીરાજે સેટિયાવાન ફ્રેડીને હરાવ્યો. હવે તેઓ ગોલ્ડ મેડલ માટે રમશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

પ્રમોદ બાળપણમાં જ પોલિયોનો શિકાર બન્યા હતા. તે SL3 માં રમે છે. એસએલ કેટેગરીમાં જે ખેલાડીઓને ઉભા થવામાં તકલીફ હોય અથવા નીચલા પગની તકલીફ હોય તેઓ જ ભાગ લે છે.

નોઈડા ડીએમ સુહાસ એલવાય  (Suhas L. Yathiraj) જાપાનમાં ગૌતમ બુદ્ધ નગરનું નામ રોશન કરશે. જિલ્લા DM સુહાસ LY  પેરાલિમ્પિક ગેમ્સ(Tokyo Paralympics 2021)  માં ભાગ લીધો છે. તમને જણાવી દઈએ કે, સુહાસ LY વિશ્વનો ત્રીજો ક્રમાંકિત બેડમિન્ટન ખેલાડી છે. આ સિવાય સુહાસ 2007 બેચના IAS અધિકારી છે. હાલમાં ગૌતમ બુદ્ધ નગરમાં પોતાની સેવા આપી રહ્યા છે

સુહાસ LY ની કારકિર્દી પર એક નજર

વર્ષ 2016 માં એશિયા પેરા બેડમિન્ટન (ચીન) માં ગોલ્ડ
વર્ષ 2017 માં તુર્કી પેરા બેડમિન્ટનમાં ગોલ્ડ
વર્ષ 2018 નેશનલ પેરા બેડમિન્ટનમાં ગોલ્ડ
વર્ષ 2019 માં આઇરિશ પેરા બેડમિન્ટનમાં સિલ્વર
વર્ષ 2019 માં ટર્કિશ ઓપન પેરા બેડમિન્ટનમાં ગોલ્ડ
વર્ષ 2020 માં બ્રાઝિલ ઓપન પેરા બેડમિન્ટનમાં ગોલ્ડ
વર્ષ 2020 માં પેરુ ઓપન પેરા બેડમિન્ટનમાં ગોલ્ડ

નોંધનીય છે કે, પ્રથમ વખત બેડમિન્ટનની રમતને ટોક્યો પેરાલિમ્પિક્સ(Tokyo Paralympics 2021) માં જ સામેલ કરવામાં આવી છે. ભારત પ્રમોદના મેડલ સિવાય બેડમિન્ટનમાં વધુ 4 મેડલ જીતી શકે છે. પ્રમોદ ભગત અને તેના ભાગીદાર પલક કોહલીએ શુક્રવારે બેડમિન્ટન મિક્સ્ડ ડબલ્સ સ્પર્ધાની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. સિંગલ્સમાં સુહાસ યથીરાજ (Suhas L. Yathiraj), તરુણ ઢિલ્લો અને મનોજ સરકારે પણ અંતિમ ચારમાં જગ્યા બનાવી છે.

પ્રમોદ ભગતે ફાઇનલમાં પહોંચતા જ ભારતનો 14 મો મેડલ પાકો કર્યો છે. ભારતે અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિક્સ(Tokyo Paralympics 2021)માં બે ગોલ્ડ, છ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. બેડમિન્ટન (Badminton)માં સાઇના નેહવાલે લંડન ઓલિમ્પિક 2012 માં બ્રોન્ઝ, પીવી સિંધુએ રિયો 2016 માં સિલ્વર અને ટોક્યો 2020 માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો : Tokyo Paralympics : પ્રમોદ ગોલ્ડ મેડલથી એક જ કદમ દૂર, ગોલ્ડ મેડલ મેળવતા જ રચશે ઇતિહાસ

Published On - 8:58 am, Sat, 4 September 21

Next Article