ભારતની મેન્સ ડબલ જોડી સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી 58 વર્ષ બાદ બેડમિંટન એશિયા ચેમ્પિયનશિપમાં મેડલ અપાવીને ઈતિહાસ રચ્યો છે. આ જોડીએ મેન્સ ડબલ બેડમિંટન એશિયા ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતની ટોચની મેન્સ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ રવિવારે દુબઈમાં બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓંગ યૂ સિન અને ટીઓ ઈ યીની મલેશિયાની જોડીને 16-21, 21-17, 21-19થી હરાવીને ગોલ્ડ જીત્યો છે.
એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ તેમની કારકિર્દીનો સૌથી મોટો મેડલ છે. ભારતીય જોડીએ BWF વર્લ્ડ ટૂર પર પાંચ ટાઇટલ જીત્યા છે અને બે વખત રનર્સ-અપ રહી છે. 1962માં શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી ભારતે એશિયન ચેમ્પિયનશિપમાં માત્ર એક જ ગોલ્ડ જીત્યો છે – 1965માં મેન્સ સિંગલ્સમાં દિનેશ ખન્નાએ ગોલ્ડ જીત્યો હતો.
IT’S A GOLD
The wait of 58 years finally comes to an end as our very own Sat-Chi clinch the historic medal. 2️⃣nd for after 1965, 1️⃣st in MD category
: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #BAC2023#IndiaontheRise#Badminton pic.twitter.com/3NQbqwy7al
— BAI Media (@BAI_Media) April 30, 2023
સાત્વિક-ચિરાગ 1965માં સિંગલ્સમાં દિનેશ ખન્ના પછી કોન્ટિનેંટલ બેડમિન્ટન ઈવેન્ટની ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય જોડી બની હતી. ભારતીય જોડીએ 52 વર્ષ પછી મેન્સ ડબલ્સ કેટેગરીમાં મેડલ નિશ્ચિત કર્યો હતો જ્યારે તેઓએ ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાની અનુભવી જોડી મોહમ્મદ અહસાન અને હેન્દ્રા સેટિયાવાનને સીધી ગેમમાં 21-11, 21-12થી હરાવી હતી.
️ Men’s Doubles ️
Satwiksairaj Rankireddy/Chirag Shetty
Ong Yew Sin/Teo Ee Yi
Lee Yang/Wang Chi-Lin
Takuro Hoki/Yugo KobayashiProud of your achievement, OngTeo.. keep striving & congrats to all winners ✨#BAC2023 pic.twitter.com/kPoGlnThJT
— Z (@theone_xyz) April 30, 2023
સાત્વિક અને ચિરાગે આ મેગા ઈવેન્ટમાં ભારત માટે બીજો ગોલ્ડ જીત્યો હતો. દિનેશ ખન્નાએ જીતેલા સુવર્ણ ઉપરાંત, ભારતે 1962 થી બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશીપમાં વિવિધ કેટેગરીમાં 17 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ટોક્યોમાં 2022 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેન્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સાત્વિક અને ચિરાગે બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
BAI President Dr. @himantabiswa announces Rs. 20 lakhs as reward for this historic win by @Shettychirag04 and @satwiksairaj at #BAC2023 😍🥇#IndiaontheRise#Badminton https://t.co/b14LpFo0DH
— BAI Media (@BAI_Media) April 30, 2023
બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ હિમંતા બિસવાએ સાત્વિક અને ચિરાગ માટે ઈનામની પણ જાહેરાત કરી હતી. આ ઐતિસાહિક જીત બદલ તેમને 20 લાખનું ઈનામ મળશે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 7:35 pm, Sun, 30 April 23