Asia Cup 2022: ભારતીય ટીમ માટે મોટી આફત, રવિન્દ્ર જાડેજા એશિયા કપમાંથી બહાર

|

Sep 02, 2022 | 5:51 PM

જાડેજાએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન અને હોંગકોંગ સામે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જાડેજાને તેના જમણા પગમાં ઘૂંટણની ઈજા છે, જેના કારણે તે હાલના દિવસોમાં પરેશાન છે.

Asia Cup 2022: ભારતીય ટીમ માટે મોટી આફત, રવિન્દ્ર જાડેજા એશિયા કપમાંથી બહાર

Follow us on

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એશિયા કપમાંથી (Asia Cup 2022) બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શુક્રવારે ઈજાના કારણે જાડેજાની બહાર થવાની જાહેરાત કરી હતી. બોર્ડે એમ પણ કહ્યું કે જાડેજાના સ્થાને ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જાડેજાએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન અને હોંગકોંગ સામે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જાડેજાને તેના જમણા પગમાં ઘૂંટણની ઈજા છે, જેના કારણે તે હાલના દિવસોમાં પરેશાન છે.

ઘૂંટણની ઈજાને કારણે જાડેજા બહાર

બીસીસીઆઈએ કહ્યું કે જાડેજાને તેના જમણા પગમાં ઘૂંટણની ઈજા થઈ છે, જેના કારણે તે તાજેતરના સમયમાં પરેશાન છે. બોર્ડે તેના નિવેદનમાં કહ્યું, “ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ એશિયા કપમાં રવિન્દ્ર જાડેજાની જગ્યાએ અક્ષર પટેલનો સમાવેશ કર્યો છે. રવિન્દ્ર જાડેજાને જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે, જેના કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હાલમાં તે BCCIની મેડિકલ ટીમની દેખરેખમાં છે.

અક્ષર પટેલને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો હતો

તાજેતરના સમયમાં બોલ અને બેટથી સારા ફોર્મમાં રહેલા ડાબોડી સ્પિનર ઓલરાઉન્ડર અક્ષર પટેલને જાડેજાની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો છે. છે. અક્ષરને પસંદગીકારો દ્વારા પહેલાથી જ ટીમ સાથે સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો હતો અને તે UAEમાં હાજર છે અને ટીમના પ્રેક્ટિસ સેશનનો ભાગ રહ્યો છે.

એશિયા કપમાં જાડેજાએ સર્જ્યો રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા છેલ્લા કેટલાક સમયથી સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ખાસ કરીને બેટિંગમાં જાડેજાનું પ્રદર્શન અકબંધ છે. જો કે બોલિંગમાં ક્યારેક તેના પર સવાલ ઉઠાવવામાં આવે છે, પરંતુ હોંગકોંગ સામેની એશિયા કપ 2022ની મેચમાં જાડેજાએ શાનદાર બોલિંગ કરીને લયમાં પરત ફરવાના સંકેત આપ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ હોંગકોંગ સામેની બીજી મેચમાં 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 1 વિકેટ લીધી હતી. જડ્ડુએ બાબર હયાતની વિકેટ લીધી, જેણે 35 બોલમાં 41 રન બનાવ્યા. આ વિકેટ સાથે જાડેજાએ એશિયા કપના ઈતિહાસમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જાડેજાએ હવે એશિયા કપમાં કુલ 23 વિકેટ ઝડપી છે, જે ભારત માટે સૌથી વધુ છે.

Published On - 5:37 pm, Fri, 2 September 22

Next Article