virat kohli જે ખેલાડીને ટીમમાંથી દુર કર્યો, તે ખેલાડીએ 20 બોલમાં 11 છગ્ગા, 9 ચોગ્ગાની મદદથી102 રન ફટકાર્યા

|

Aug 16, 2021 | 10:34 AM

જો વિરાટ કોહલીને આ ખેલાડીના પ્રદર્શનમાં વિશ્વાસ ન હતો, તો તેને ટીમમાંથી દુર કરવામાં આવ્યો હતો. પછી તેણે તોફાની બેટિંગથી 20 બોલમાં 102 રન કર્યા હતા.

virat kohli જે ખેલાડીને ટીમમાંથી દુર કર્યો, તે ખેલાડીએ 20 બોલમાં 11 છગ્ગા, 9 ચોગ્ગાની મદદથી102 રન ફટકાર્યા
વિરાટ કોહલી

Follow us on

virat kohli :ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli) એ તેમના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાને ઘણા મોટા લક્ષ્ય સુધી પહોંચાડી છે. તે આવી ઘણી સફળતાઓ પણ અપાવી છે જે અન્ય કોઈ ભારતીય કેપ્ટન પ્રાપ્ત કરી શક્યો નથી. તેમ છતાં તે 2008 થી અત્યાર સુધી કોઈ કામ પૂર્ણ કરી શક્યો નથી.

તે કામ ઇન્ડિયન પ્રીમિયર લીગ(Indian Premier League)ની પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું ટાઇટલ જીતવાનું છે. વિરાટ કોહલી(Virat Kohli) ના નેતૃત્વમાં, દિગ્ગજોથી સજ્જ આરસીબી (RCB)ની ટીમ એક વખત પણ આઇપીએલ(IPL) ની ટ્રોફી જીતી શકી નથી.

આજે આપણે વિરાટ કોહલીના આવા જ એક ચાહક વિશે વાત કરીશું જેને તેણે પોતાની ટીમમાંથી કાઢી નાખ્યો હતો. વર્ષ 1989માં આ ખેલાડીનો જન્મ 16 ઓગસ્ટના રોજ થયો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના મહત્વના સભ્ય માર્કસ સ્ટોઈનિસની ચર્ચા કરવામાં આવી રહી છે. સ્ટોઇનિસ 2019 ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) સીઝનમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ (Royal Challengers Bangalore)નો ભાગ હતો. પરંતુ તેને માત્ર એક સીઝન બાદ આરસીબી(RCB)માંથી બહાર કરવામાં આવ્યો હતો.

તે પણ જ્યારે તેનું પ્રદર્શન સારું હતું. સ્ટોઈનિસે RCB સાથે 10 મેચ રમી અને 52.75 ની સરેરાશ અને 135.25 ની સ્ટ્રાઈક રેટથી 211 રન બનાવ્યા. તે જ સમયે, તેણે બોલિંગમાં બે વિકેટ મેળવી હતી.

ત્યારબાદ સ્ટોઇનિસ 2020 સીઝનમાં દિલ્હી કેપિટલ્સની ટીમમાં જોડાયો. માર્કસ સ્ટોઈનિસની ઈનિંગની આપણે વાત કરી રહ્યા છીએ, તે જાન્યુઆરી 2017માં ન્યૂઝીલેન્ડ સામે ઓકલેન્ડ વનડેમાં રમ્યો હતો. તેમનું પ્રદર્શન એવું કે ટીમ હાર્યા પછી પણ તેને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 286 રન બનાવ્યા હતા. નીલ બ્રૂમે 73 રન અને માર્ટિન ગુપ્ટિલે 61 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે જ જેમ્સ નીશમે 48 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી માર્કસ સ્ટોઈનિસે ત્રણ વિકેટ લીધી હતી.

આ પછી, શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાની ઇનિંગ નબળી પડી અને ટીમની 6 વિકેટ 67 રનમાં પડી ગઈ. અહીંથી માર્કસ સ્ટોઈનિસે કમાન્ડ લીધી અને બેટથી તબાહી મચાવી. તેણે 117 બોલમાં અણનમ 146 રનની ઇનિંગ રમી હતી.

જેમાં તેણે માત્ર 20 બોલમાં 11 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી 102 રન બનાવ્યા હતા. જો કે ઓસ્ટ્રેલિયન ટીમ લક્ષ્યથી માત્ર 6 રન દૂર હતી, પરંતુ બોલ અને બેટ સાથેના આ પ્રદર્શનને કારણે સ્ટોઇનિસને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : women cricket : 8 ખેલાડીઓએ ટીમ ઇન્ડિયા માટે ડેબ્યુ કર્યું, ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવી ઐતિહાસિક ટેસ્ટ જીતી

Next Article