AUS vs IND: ભારતની મહિલા ક્રિકેટ ટીમ (Women’s cricket team)ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં તેઓ હાલમાં વન-ડે સીરિઝ રમવા માટે વ્યસ્ત છે. મિતાલી રાજ એન્ડ કંપની પ્રથમ વનડે મેચ હારી ગઈ છે, જેના આધારે યજમાન ઓસ્ટ્રેલિયાએ વનડેમાં સતત 25મી જીત નોંધાવી છે. જોકે, હવે બંને ટીમો વચ્ચે બીજી વનડે મેચ ચાલી રહી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે બીજી વનડેમાં 50 ઓવરમાં 7 વિકેટે 274 રન બનાવ્યા હતા.
ભારત તરફથી સૌથી સફળ બેટ્સમેન સ્મૃતિ મંધાના (Smriti Mandhana) હતી, જેણે 86 રનની અપ્રતિમ ઇનિંગ રમી હતી. હવે મોટો સવાલ એ છે કે, શું ઓસ્ટ્રેલિયા સામે 275 રનનો લક્ષ્યાંક રાખનાર ભારતીય ટીમ તેનો બચાવ કરી શકશે? શું મિતાલી રાજ (Mithali Raj)ની ટીમ સતત 26 મી વનડે જીતવાથી ઓસ્ટ્રેલિયાને રોકી શકશે?
બીજી વનડેમાં સ્મૃતિ મંધાના (Smriti Mandhana)અને શેફાલી વર્માએ ભારત માટે ઇનિંગની શરૂઆત કરી હતી. બંને વચ્ચે 74 રનની ભાગીદારી થઇ હતી. શેફાલી 22 રન બનાવી આઉટ થઈ ગઈ. પણ મંધાના એક છેડો પકડીને સ્થિર રહી. પ્રથમ વનડેમાં શાનદાર રમત બતાવનાર મિતાલીનું બેટ બીજી વનડેમાં મૌન રહ્યું. તે માત્ર 8 રન જ બનાવી શકી હતી. પરંતુ, આ પછી મંધાના(Smriti Mandhana) રિચા ઘોષ સાથે મળી. બંનેએ મળીને ચોથી વિકેટ માટે 76 રન જોડ્યા. સ્મૃતિની વિકેટ સાથે આ ભાગીદારી તૂટી ગઈ.
સ્મૃતિએ 86 રન બનાવ્યા
ડાબોડી ઓપનર સ્મૃતિ મંધાના(Smriti Mandhana)એ 94 બોલનો સામનો કરીને 86 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 11 ચોગ્ગા સામેલ હતા. તે જ સમયે, રિચા ઘોષે 50 બોલમાં 44 રનની ઇનિંગ રમી હતી, જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થતો હતો. આ બે સિવાય, નીચલા ક્રમના બેટ્સમેનોમાં પૂજા વસ્ત્રાકરે 37 બોલમાં 29 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે સૌથી સફળ બોલર તાહિલા મેકગ્રા હતી, જેણે 3 વિકેટ લીધી હતી. તેના સિવાય સોફીએ 2 વિકેટ લીધી હતી.
મિતાલી એન્ડ કંપની માટે જીત જરૂરી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા (India and Australia)વચ્ચે 3 વનડેની સીરિઝ રમાવાની છે, જેમાં આ બીજી મેચ છે. પ્રથમ વનડે 9 વિકેટે જીત્યા બાદ યજમાન ઓસ્ટ્રેલિયાએ સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે આવી સ્થિતિમાં, જો તે બીજી વનડે પણ જીતી જાય, તો તે સીરિઝમાં જીતની લીડ લેશે. એટલું જ નહીં, વનડેમાં તેની સતત જીતનો સિલસિલો પણ અકબંધ રહેશે. આ બંને મોરચે ઓસ્ટ્રેલિયાને રોકવા માટે મિતાલી રાજ એન્ડ કંપનીએ આજે જીતવી જ જોઇએ.
આ પણ વાંચો : Navnita Gautam : જાણો RCBના ડગઆઉટમાં બેઠેલી નવનીતા ગૌતમ કોણ છે, જેના પર પાગલ થયો જેમીસન