BCCI મુખ્ય પસંદગીકાર નિયુક્ત થતા ચેતન શર્માએ કહ્યુ, હું નહી મારુ કામ બોલશે

|

Dec 25, 2020 | 11:10 AM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સિનિયર સિલેકશન કમિટી (Selection Committee) ના ચેરમેન પદે નિયુક્ત કરવા બાદ ચેતન શર્મા (Chetan Sharma) એ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્ચુ કે તેમના કરતા વધારે આ પદ પર તેમનુ કામ બોલશે. ચેતન શર્મા ગુરુવારે સિલેક્શન સમિતિના ચેરમેન પદે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ આ પદ પર વર્તમાન […]

BCCI મુખ્ય પસંદગીકાર નિયુક્ત થતા ચેતન શર્માએ કહ્યુ, હું નહી મારુ કામ બોલશે

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સિનિયર સિલેકશન કમિટી (Selection Committee) ના ચેરમેન પદે નિયુક્ત કરવા બાદ ચેતન શર્મા (Chetan Sharma) એ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્ચુ કે તેમના કરતા વધારે આ પદ પર તેમનુ કામ બોલશે. ચેતન શર્મા ગુરુવારે સિલેક્શન સમિતિના ચેરમેન પદે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ આ પદ પર વર્તમાન ચેરમેન સુનિલ જોષી (Sunil Joshi) નુ સ્થાન લેશે. ચેતન શર્માના ઉપરાંત પૂર્વ ઝડપી બોલર અબે કુરુવિલા (Abey Kuruvilla) અને દબાશિષ મોહંતી (Dabashish Mohanty) ને પણ પાંચ સભ્યની સિલેક્શન સમિતિમાં સ્થાન અપાયુ છે

ભારત માટે વન ડે અને ટેસ્ટ ક્રિકેટમાં મુખ્ય ઝડપી બોલરની ભૂમિકા નિભાવી ચુકેલા ચેતન શર્માની પસંદગીને લઇને બોર્ડનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે કહ્યુ હતુ કે તે પોતાના કામના દ્રારા બોલશે. ન્યુઝ એજન્સી PTI ના દ્રારા ચેતન શર્માએ કહ્યુ હતુ કે, ભારતીય ક્રિકેટનો ફરી એકવાર સેવા કરવાનો મોકો મળ્યો છે. જે મારા માટે નિશ્વિત રુપે સન્માનની વાત છે. હું વધારે નહી બોલુ, કારણ કે મારુ કામ બોલશે. હું આ સ્થાન માટે ફક્ત બીસીસીઆઇનો આભાર માનુ છુ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પૂર્વ મિડીયમ પેસર અબે કુરુવિલાને વેસ્ટ ઝોન થી અજીત અગારકરના સ્થાને જગ્યા મળી છે. તો ઓડિશાના પૂર્વ ભારતીય બોલર દેબાશિષ મોહંતી પાછળના બે વર્ષ થી જૂનિયર પસંદગી સમિતિનો હિસ્સો હતા. જોકે હવે સિનિયર સિલેકેશન સમિતિમાં ફક્ત 2 વર્ષ માટે રહેશે. આ ઉપરાંત સિલેક્શન સમિતિમાં પૂર્વ ભારતીય સ્પિનર સુનિલ જોષી અને હરવિંદર સિંહ સેન્ટ્રલ ઝોન થી સામેલ છે.

Next Article