
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની Cricket Academyની અમદાવાદમાં પણ શરૂઆત થઈ છે. આ Cricket Academyમાં 7 વર્ષના નાના ભૂલકાઓથી લઈને 19 વર્ષના યુવાનોને Cricket કોચિંગ શીખવાડવામાં આવશે. આ એકેડેમીની શરૂઆત ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સુરેશ રૈના દ્વારા કરવામાં આવી છે. સુરેશ રૈનાએ કોચિંગ Academyના બાળકોને ક્રિકેટ માટે જરૂરી ટિપ્સ પણ આપી અને સાથે જ હાલની ભારતીય ટીમના ભરપેટ વખાણ પણ કર્યા અને ભારતના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડની ટીમને પણ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની જેમ હરાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
સુરેશ રૈનાની ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિને લઈને અગાઉ પણ સસ્પેન્સ હતું, ત્યારે અમદાવાદમાં આવેલા સુરેશ રૈનાએ તેની નિવૃત્તિને લઈને કોઈપણ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. સાથે જ હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની ખરાબ ફિલ્ડિંગ વિશે રૈનાએ કહ્યું કે લોકડાઉન દરમ્યાન ખેલાડીઓ વધુ પ્રેક્ટિસ કરી શક્યા નથી, જેના કારણે ફિલ્ડીંગનું સ્તર થોડું નીચું ગયું છે પણ ભારતીય ખેલાડીઓ વધુ મહેનત કરી રહ્યા છે, જેનાથી આગામી દિવસોમાં ફિલ્ડીંગના સ્તરમાં સુધારો થશે.
આ એકેડેમીમાં જોડાવા માટે યુવાનોને 6,500 રૂપિયા રજિસ્ટ્રેશન ફી તરીકે ભરવાના રહેશે. જેમાં ક્રિકેટ કીટ, ડ્રેસ સહિતની સામગ્રી આપવામાં આવશે. ત્યારબાદ આ એકેડેમીમાં ટ્રેનિંગ માટે 3 મહિના પેટે 10,000 રૂપિયા, 6 મહિના માટે 20,000 રૂપિયા, જ્યારે 1 વર્ષ માટે 36,000 રૂપિયા ફી પેટે ભરવાના રહેશે. મહેન્દ્રસિંહ ધોની સમયાંતરે એકેડમીના ખેલાડીઓને ઓનલાઈન કોચિંગ આપશે, જેનાથી યુવાનોમાં ભારતના પૂર્વ સ્ટાર ખેલાડી પાસેથી જરૂરી ટિપ્સ મળતી રહેશે.
આ પણ વાંચો: IND vs ENG: અમ્પાયર પર ભડક્યો વિરાટ કોહલી, જો રુટને નોટ આઉટના નિર્ણયને લઇને સર્જાયો વિવાદ