રાહુલ દ્રવિડનુંં ઉદાહરણ આપી પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરો પર આફ્રિદીએ લગાવી ફટકાર

પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ ટીમમાં હાલના સમયગાળા દરમ્યાન બધુ સમુસુથરુ નથી ચાલી રહ્યુ. ન્યુઝીલેન્ડ (New Zealand) સીરીઝ હારવા બાદ એક બાજુ છ ખેલાડીઓને ટીમની બહાર કરી દીધા છે.

રાહુલ દ્રવિડનુંં ઉદાહરણ આપી પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરો પર આફ્રિદીએ લગાવી ફટકાર
Shahid Afridi
| Edited By: | Updated on: Jan 17, 2021 | 2:18 PM

પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ ટીમમાં હાલના સમયગાળા દરમ્યાન બધુ સમુસુથરુ નથી ચાલી રહ્યુ. ન્યુઝીલેન્ડ (New Zealand) સીરીઝ હારવા બાદ એક બાજુ છ ખેલાડીઓને ટીમની બહાર કરી દીધા છે, ત્યાં હવે મહંમદ આમિર (Mohammad Amir) ની નિવૃત્તીને લઇને વિવાદ સળગ્યો છે. તેની નિવૃત્તીને લઇને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સવાલોના ઘેરામાં ફસાઇ ગયુ છે. મહંમદ આમિરે સંન્યાસ લેતા સમયે બોર્ડ પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. આ પુરા પ્રકરણ પર હવે શાહિદ આફ્રિદી (Shahid Afridi) એ પણ નિવેદન આપતા મામલો વધુ ગરમાયો છે. આફ્રિદીએ સલાહ આપતા કહ્યુ કે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોએ રાહુલ દ્રવિડ (Rahul Dravid) પાસેથી શિખવુ જોઇએ.

એક કાર્યક્રમ દરમ્યાન શાહિદ આફ્રિદીએ કહ્યુ હતુ કે, આ સારી પરંપરા નથી. બોર્ડેએ ખેલાડીઓ સાથે અભિભાવક જેવો સંબંધ રાખવો જોઇએ. મહંમદ આમિર અથવા કોઇપણ ખેલાડી હોય, પીસીબીએ તેની સાથે વાતચીત કરવી જોઇએ. જો તે ડ્રોપ થઇ રહ્યો છે તો, તેને કારણની પણ જાણકારી હોવી જરુરી છે. તેણે એમ પણ કહ્યુ કે, સારુ હશે કે ચેરમેન અથવા ચિફ સિલેક્ટર ખેલાડીઓથી વાતચીત કરે. મહંમદ આમિરે કારણ વિના કોઇ વાતનો મુદ્દો બનાવી દીધો છે.

રાહુલ દ્રાવિડના વખાણ કરતા શાહિદ આફ્રિદીએ સલાહ આપી હતી. તેમણે કહ્યુ કે, મને લાગે છે કે પૂર્વ ક્રિકેટરોની નજર તેના પર જ ના હોવી જોઇએ, કે તે કેવી રીતે પાકિસ્તાન ટીમનો કોચ બને. અનેક દિગ્ગજ ખેલાડી જેમ કે મહંમદ યૂસુફ, યૂનુસ ખાન અને ઇંઝમામ-ઉલ-હક જૂનિયર લેવલ પર શાનદાર કામ કરી શકે છે  જેમ દ્રવિડ ભારત માટે કરી રહ્યા છે. 43 વર્ષિય દ્રવિડ એનસીએના હેડ છે, સાથે જ અંડર-19 ટીમના કોચ પણ છે.

 

આ પણ વાંચો: John Abraham ના હાથની આશ્ચર્યજનક તસ્વીર થઈ વાયરલ, ફોટો જોઈ ચાહકો પણ ચોંકી ગયા!