સુરેશ રૈના હવે ફરીથી મેદાનમાં ક્રિકેટ રમતો નજરે પડશે. રૈનાએ હવે આ વાતની પુષ્ટી કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ પારીવારીક કારણોથી આઇપીએલ 2020 થી હટી ગયો હતો. જોકે હવે આગામી વર્ષે રમાનારી આઇપીએલમાં ભાગ લઇ શકે છે. આ માટેની તેણે તૈયારીઓ પણ શરુ કરી દીધી છે.
એક મિડીયા સંસ્થા સાથે વાત કરતા કહ્યુ હતુ કે, શનિવારે કાનપુર પહોંચ્યા પછી ઉત્તરપ્રદેશ કેમ્પમાં ભાગ લેશે. 13 થી 15 ડિસેમ્બર સુધી અભ્યાસ મેચ રમશે. રૈનાએ બતાવ્યુ હતુ કે, તે આ વર્ષની સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફી માં ઉત્તર પ્રદેશની ટીમનુ પ્રતિનિધીત્વ કરશે.
મુશ્તાક અલી ટ્રોફી બાદ તેનુ સંપુર્ણ ધ્યાન આઇપીએલ પર રહેશે. રૈનાએ પોતાની આખરી ફર્સ્ટ ક્લાસ મેચ 2018માં લખનૌમાં ઝારખંડ સામે રમી હતી. તેણે અંતિમ ટી20 મેચ પણ 2019માં મુંબઇ ઇન્ડિયન્સ સામે રમી હતી. હાલ તો આ પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર રૈના જમ્મુ કાશ્મીરમાં પોતાની છ ક્રિકેટ એકેડમી ખોલવામાં વ્યસ્ત છે. થોડાક સમય અગાઉ તેણે કાશ્મીરમાં બાળકોના ટ્રાયલ પણ લીધા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો