Ind Vs Eng : 7 ખેલાડીઓની 7 સ્ટોરી ! જાણો હારની બાજીને કેવી રીતે જીતમાં પલટાવી, જુઓ VIDEO

|

Aug 17, 2021 | 4:02 PM

લોર્ડ્સમાં અદ્ભુત જીત વિશે ટીમ ઇન્ડિયા શું વિચારે છે ? લોર્ડ્સમાં તેના ખેલાડીઓ માટે ત્રીજી જીત કેટલી મહત્વની છે.

Ind Vs Eng : 7 ખેલાડીઓની 7 સ્ટોરી ! જાણો હારની બાજીને કેવી રીતે જીતમાં પલટાવી, જુઓ VIDEO
7 ખેલાડીઓ પાસેથી 7 સ્ટોરી જાણો

Follow us on

Ind Vs Eng : લોર્ડ્સમાં 16 ઓગસ્ટે જે થયું તે ટીમ ઇન્ડિયાની નવી તાકાતની ઝલક છે. હારને ખેલાડીઓએ જીતમાં ફેરવી હતી. વિરાટ કોહલી (Virat Kohli) અને તેની ટીમે આ ઘણું કહ્યું વિશ્વને બતાવ્યું કે આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં જે બન્યું તે માત્ર એક ફલક નહોતું. ટીમ ઈન્ડિયા પાસે નવી શક્તિ હતી. હવે ઇંગ્લેન્ડ એ જ શક્તિથી પરાજિત થયું છે, ક્રિકેટ (Cricket)ના મક્કા લોર્ડસ પર તિરંગો ફરકાવ્યો છે.

લોર્ડ્સમાં અદ્ભુત જીત વિશે ટીમ ઇન્ડિયા પોતે શું વિચારે છે? લોર્ડ્સમાં તેના ખેલાડીઓ માટે ત્રીજી જીત કેટલી મહત્વની છે. આ 7 સુપરસ્ટાર ખેલાડી (Player)ઓને લોર્ડ્સમાં ઇંગ્લેન્ડને હરાવવાનો અર્થ શું છે .

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

7 ખેલાડીઓ પાસેથી 7 સ્ટોરી સાંભળો

વિરાટ કોહલી

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Captain Virat Kohli)ને લોર્ડ્સની જીત બાદ પોતાની ટીમ પર ગર્વ છે. તેમણે કહ્યું કે, એવું નથી કે આ પહેલા અમે વિદેશમાં જીત્યા નથી. પરંતુ આ જીત અલગ છે. આ જીતમાં અમારું સાચું ચરિત્ર બતાવવામાં આવ્યું છે. આ વિશ્વાસનો વિજય છે. અમારી તાકાતની જીત છે.

અજિંક્ય રહાણે

અમે બીજી ઇનિંગ્સમાં જે રીતે રમ્યા તે અદભૂત હતી. મને લાગે છે કે તે અમારી જીતની ચાવી છે.

રોહિત શર્મા

આ માત્ર એક કે બે ખેલાડીઓની જીત નથી પરંતુ તમામ 11 ખેલાડી (Player)ઓની જીત છે. ટીમના દરેક સભ્યએ કોઈને કોઈ તબક્કે આ જીતમાં યોગદાન આપ્યું છે.

કેએલ રાહુલ

ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ (Test match)જીતવી હંમેશા ખાસ રહી છે. તે એક આશ્ચર્યજનક જીત હતી, જેમાં ટીમના દરેક સભ્યએ તેમની ભૂમિકા ભજવી હતી.

ચેતેશ્વર પૂજારા

આ એક મોટી જીત છે. અમને આ જીત પર ગર્વ છે કારણ કે, અમે દરેક વિભાગમાં સારું રમ્યા હતા પરંતુ આપણે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે સીરિઝ હજુ પૂરી થઈ નથી. તેથી આગળ પણ સારા પ્રદર્શનની આશા રાખવામાં આવશે.

મોહમ્મદ શમી

ખુશી છે કે, અમે સીરિઝ (Series)માં 1-0થી આગળ છીએ. હવે આ આત્મવિશ્વાસ આગામી મેચોમાં પણ જાળવી રાખવાની જરૂર છે.

મોહમ્મદ સિરાજ

લોર્ડ્સમાં પ્રદર્શન કરવું અને ટીમને મેચ જીતવી તે મારા માટે સૌથી મોટી સિદ્ધિ છે.

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ લોર્ડઝ ના મેદાન પર રમાઇ હતી. બીજી ટેસ્ટ મેચ (Lords Test) ભારતે શાનદાર વિજય મેળવ્યો હતો.

 

આ પણ વાંચો : T20 World Cup 2021: ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર, જાણો કયો દિવસ હશે સુપરહિટ મેચ

Next Article