Spot fixing :ક્રિકેટના સૌથી મોટા કૌભાંડના 10 વર્ષ પૂર્ણ, જાણો હવે ક્યાં છે કાવતરું ધડનારા 3 પાકિસ્તાની ખેલાડી

|

Aug 28, 2021 | 3:39 PM

ઓગસ્ટ 2010માં સ્ટ્ટેબાજની સાથે મળીને પાકિસ્તાની ક્રિકેટરો સ્પૉટ ફિક્સિંગ કર્યું હતું. આ કૌભાંડથી પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વ ક્રિકેટમાં હલચલ મચી હતી. આ ખેલાડીઓને જેલમાં જવું પડ્યું.

Spot fixing :ક્રિકેટના સૌથી મોટા કૌભાંડના 10 વર્ષ પૂર્ણ, જાણો હવે ક્યાં છે કાવતરું ધડનારા 3 પાકિસ્તાની ખેલાડી
ક્રિકેટના સૌથી મોટા કૌભાંડના 10 વર્ષ પૂર્ણ

Follow us on

Spot fixing :ક્રિકેટ ઇતિહાસના સૌથી મોટા કૌભાંડ (Scam)ને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 2010માં આ દિવસે સ્પોટ ફિક્સિંગ (Spot fixing )ની મોટી ઘટના મક્કા લોર્ડ્સ (Mecca Lords)ઓફ ક્રિકેટ ખાતે બની હતી. અને, જે 3 પાકિસ્તાની- મોહમ્મદ આમિર, સલમાન બટ્ટ અને મોહમ્મદ આસિફ દ્વારા ચલાવવામાં આવનાર હતા. ઓગસ્ટ 2010 માં લોર્ડ્સ ટેસ્ટ (Lords Test)માં આ ત્રણ ક્રિકેટરોએ બુકી મઝહર મજીદ સાથે સ્પોટ ફિક્સિંગ કર્યું હતું.

ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં કેપ્ટન સલમાન બટ્ટ (Salman Butt)ના કહેવા પર મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરે નો બોલ ફેંક્યો હતો. આ કૌભાંડ(Scam)થી પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વ ક્રિકેટમાં ભૂકંપ આવ્યો હતો. આ ખેલાડીઓને જેલમાં જવું પડ્યું. મોહમ્મદ આમિરને ક્રિકેટ પર 5 વર્ષ, આસિફને 7 વર્ષ અને સલમાન બટ્ટને 10 વર્ષ માટે પ્રતિબંધિત લગાવવામાં આવ્યો હતો. પ્રતિબંધ (banબાદ ઝડપી બોલર મોહમ્મદ આમિરે મેદાનમાં પરત ફર્યા બાદ નિવૃત્તિ (Retirement)લીધી છે.

મોટો સવાલ એ છે કે, આજની તારીખમાં ક્રિકેટના મક્કા પર મોટી ઘટનાને અંજામ આપનાર આ ત્રણ ખેલાડી ક્યાં છે? પાકિસ્તાનનો ઝડપી બોલર મોહમ્મદ આમિર (Mohammed Amir)આ દિવસોમાં કેરેબિયન પ્રીમિયર લીગ (Caribbean Premier League) રમવા માટે વ્યસ્ત છે. તે ત્યાં બાર્બાડોસ રોયલ્સ ટીમનો ભાગ છે. તેણે ત્રિનબાગો નાઈટ રાઈડર્સ (Trinbago Knight Riders) સામે રમાયેલી લીગની પ્રથમ મેચમાં પોતાની ટીમ માટે સારી શરૂઆત કરી હતી. અને, 4 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ લીધી.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

પ્રતિબંધ બાદ આમિરે વાપસી કરી હતી. પાકિસ્તાન  (Pakistan)માટે ફરી ક્રિકેટ રમ્યો. પછી નિવૃત્ત. અને હવે વેસ્ટ ઇન્ડીઝ (West Indies)ની ટી 20 લીગમાં ભાગ લે છે. પરંતુ આસિફ અને બટ એટલા નસીબદાર નથી. આસિફ અને સલમાન બટ્ટ બંને પાકિસ્તાનમાં છે અને હાલમાં ક્રિકેટથી દૂર છે. પરંતુ તે ક્રિકેટ પર તેના નિવેદનો માટે દરરોજ ચર્ચામાં રહે છે. સલમાન બટ્ટ પોતાની યુટ્યુબ ચેનલ (YouTube channel)પણ ચલાવી રહ્યો છે.

અફઘાનિસ્તાનમાં હાલમાં પરિસ્થિતિ વિકટ છે. આવા સમયે હવે અફઘાનિસ્તાન ક્રિકેટ (Afghanistan Cricket )નું ભવિષ્ય પણ પ્રભાવિત થઇ રહ્યુ છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન (Afghanistan vs Pakistan) વચ્ચે રમાનારી વન ડે શ્રેણી (ODI series) ટાળી દેવામાં આવી છે. આ સિરીઝનો પ્રારંભ 3 સપ્ટેમ્બરે શ્રીલંકામાં થનારો હતો. શ્રીલંકા (Sri Lanka) ના હંમ્બનટોટા શહેરમાં રમાનારી આ સિરીઝનુ આયોજન હાલમાં સ્થગિત કરી દેવામાં આવ્યુ છે. જે હવે આગામી વર્ષે આયોજીત થાય તેવા સંકેત નજર આવી રહ્યા છે.

આ પણ વાંચો : Tokyo Paralympics 2020: PM મોદીએ ભાવિના પટેલની સફળતાને કરી સલામ, ટ્વીટ કરીને કહ્યુ સમગ્ર રાષ્ટ્રને તમારા પર ગર્વ છે

આ પણ વાંચો : Bhavina patel : ટોક્યો પેરાલિમ્પિકમાં ગુજરાતની દીકરીએ ડંકો વગાડ્યો, ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક ડગલું દુર

Next Article