આગામી 24 ડિસેમ્બરે બીસીસીઆઇની એજીએમ, જય શાહને ICC માં ભારતીય પ્રતિનિધી તરીકે થઇ શકે છે નિર્ણય

|

Dec 03, 2020 | 11:27 PM

જય શાહ હવે આઇસીસીમાં ભારતીય પ્રતિનિધીત્વ કરી શકે તેવી જાણકારી સામે આવી રહી છે. જીસીએ અને બીસીસીઆઇ બાદ હવે જય શાહ આઇસીસીમાં પણ સ્થાન મેળવી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષીક જનરલ મીટીંગ આગામી 24, ડિસેમ્બરે યોજાનારી છે. જેમાં આ અંગે નિર્ણય લેવાઇ શકે છે. સાથે જ ત્રણ નવા પસંદગીકારો અને આઇપીએલમાં બે નવી […]

આગામી 24 ડિસેમ્બરે બીસીસીઆઇની એજીએમ, જય શાહને ICC માં ભારતીય પ્રતિનિધી તરીકે થઇ શકે છે નિર્ણય

Follow us on

જય શાહ હવે આઇસીસીમાં ભારતીય પ્રતિનિધીત્વ કરી શકે તેવી જાણકારી સામે આવી રહી છે. જીસીએ અને બીસીસીઆઇ બાદ હવે જય શાહ આઇસીસીમાં પણ સ્થાન મેળવી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષીક જનરલ મીટીંગ આગામી 24, ડિસેમ્બરે યોજાનારી છે. જેમાં આ અંગે નિર્ણય લેવાઇ શકે છે. સાથે જ ત્રણ નવા પસંદગીકારો અને આઇપીએલમાં બે નવી ફેન્ચાઇઝી સામેલ કરવાને લઇને નિર્ણય થઇ શકે છે.

આ માટે બીસીસીઆઇ દ્રારા બેઠકના 21 દીવસ અગાઉ એફિલિએટેડ યુનિટ્સને 23 મુદ્દાઓનો એજન્ડા મોકલી આપવામાં આવ્યો છે. બેઠકમાં બોર્ડના નવા વાઇસ પ્રેસિડેન્ટ પર પણ નિર્ણય લેવાઇ શકે છે. મહિમ વર્માના રાજીનામા બાદ આ પદ ખાલી છે. ઉપરાંત આઇપીએલની આગામી સિઝનને લઇને તૈયારીઓ ની પણ ચર્ચા થઇ શકે છે. જેના માટે અમદાવાદની ફેન્ચાઇઝીની પણ વાત ચાલી રહી છે. જેને ગોયન્કા અને અદાણી બંને બીઝનેશ ગૃપ દ્રારા ખરીદવાની ઇચ્છા દર્શાવી છે. બીસીસીઆઇએ બેઠકમાં આ એજન્ડાને મુખ્ય મુદ્દા તરીકે સામેલ કર્યો છે, તેમ વિશ્વસનીય સુત્રો જણાવી રહ્યા છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

બીસીસીઆઇના સેક્રટરી જય શાહને આઇસીસી અને એશિયન ક્રિકેટ કાઉન્સીલમાં નવા પ્રતિનિધી પસંદ કરી શકાય છે. માનવામાં આવી રહ્યુ છે કે, શાહને ગ્લોબલ કમીટીમાં ભારતનુ પ્રતિનિધત્વ કરવા માટે નો નિર્ણય બેઠકમા થઇ શકે છે. સાથે જ ત્રણ પસંદગીકારો અને પસંદગીકાર સમિતીના અધ્યક્ષને લઇને પણ નિર્ણય થઇ લઇ શકાય છે. ટી-20 વિશ્વકપ ભારતમાં યોજાનારો હોઇ તે અંગેની તૈયારીઓની પણ ચર્ચા બેઠકમાં કરવામાં આવી શકે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

 

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article