મૂળ ભારતના અને અમેરિકી 12 વર્ષના અભિમન્યુ મિશ્રાએ ચેસ ઈતિહાસમાં સૌથી યુવા ગ્રેડ માસ્ટર બનીને ઈતિહાસ રચ્યો છે. તમને જણાવી દઈએ કે આ રેકોર્ડ પહેલા સર્જી કર્જાકિન (Sergey Karjakin)ના નામે હતો. આ રેકોર્ડ 19 વર્ષ પહેલા નોંધાયો હતો જે અભિમન્યુ મિશ્રાએ તોડી દીધો છે.
અભિમન્યુ મિશ્રા 12 વર્ષ 4 મહિના અને 25 દિવસમાં ગ્રાન્ડમાસ્ટર બની ગયા છે. જ્યારે ઓગસ્ટ 2002 માં કર્જાકિન 12 વર્ષ અને 7 મહિનાના હતા ત્યારે યુવા ગ્રાન્ડમાસ્ટર બન્યા હાતા. એટલે કે વયના 3 મહિનાના અંતર સાથે અભિમન્યુએ રશિયન ગ્રાન્ડમાસ્ટરનો જૂનો રેકોર્ડ તોડ્યો છે.
અભિમન્યુએ ભારતીય ગ્રાન્ડમાસ્ટરને હરાવ્યો
અભિમન્યુ મિશ્રાએ બુડાપેસ્ટમાં આયોજિત ગ્રાન્ડમાસ્ટર ટૂર્નામેન્ટમાં આ સિદ્ધી હાંસલ કરી હતી. આ ટૂર્નામેન્ટમાં તેણે ભારતીય ગ્રાન્ડમાસ્ટર લિયોન મેન્ડોંકાને (Leon Mendonca) હરાવીને આ નામના મેળવી છે. ખાનગી સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં અભિમન્યુએ કહ્યું કે લિયોન સામેની લડત મુશ્કેલ હતી. પરંતુ અંતે મને તેમણે કરેલી ભૂલનો ફાયદો મળ્યો. મેં તે ભૂલોનો સારો ફાયદો લીધો. જીત સાથે સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર બનવાની સિધ્ધિ મેળવીને હવે હું ખુશ છું. ”
માતા-પિતાનું સપનું થયું પૂર્ણ
તમને જણાવી દઈએ કે અભિમન્યુ મિશ્રાના પિતા સોફ્ટવેર એન્જિનિયર છે. અને તેમણે તેમના દીકરાને યુરોપ જઈને ગ્રાન્ડમાસ્ટર ટૂર્નામેન્ટ રામવા દેવા માટે નિર્ણય લીધો હતો. જેની અસર એ છે કે અભિમન્યુ આ મુકામે પહોંચ્યા છે. તેમના પિતાએ પણ ખાનગી અખબારને જણાવ્યું કે ‘અમને ખ્યાલ હતો કે આ બહુ મોટો ચાન્સ છે. આ મારું અને મારી પત્ની સ્વાતિનું સપનું હતું કે અમારો પુત્ર અભિમન્યુ સૌથી નાનો ગ્રાન્ડમાસ્ટર બનશે. આજે આ સ્વપ્ન સાચું પડ્યું. અમે અમારી ખુશીનું વર્ણન કરી શકતા નથી. ”
નાની ઉંમરમાં ગ્રાંડમાસ્ટર
ગ્રાન્ડમાસ્ટર બનવા માટે 100 ELO પોઈન્ટ અને 3 GM નોર્મ્સની જરૂર હોય છે. અભિમન્યુને આ વાત ખ્યાલ હતી. અભિમન્યુએ એપ્રિલમાં પહેલો GM મેળવ્યો. મે મહિનામાં બીજો GM નોર્મ્સ મેળવ્યો અને હવે ત્રીજો GM નોર્મ મેળવીને તેઓ ગ્રાન્ડમાસ્ટર બની ગયા છે.
આ પણ વાંચો: Zydus Cadila Vaccine : તરૂણોને મળી શકે છે સુરક્ષા કવચ, ઝાયડસે DNA આધારિત રસી માટે માગી મંજૂરી
આ પણ વાંચો: National Doctor’s Day : પીએમ મોદી, તબીબ જગતને કરશે સંબોધન, કોરોનાકાળમાં કરેલી સેવાને બિરદાવશે