ડિજિટલ ઈન્ડિયાની જીવન વીમા કંપની એગોન લાઈફ ઈન્સ્યોરન્સે હાલમાં iGuarantee Max Savings લોન્ચ કર્યો છે. આ નવી પ્રોડક્ટ ઉચ્ચ વળતરની સાથે લાઇફ કવરનો બેવડો લાભ પ્રદાન કરે છે અને પરિવારોને તેમના મધ્યમથી લાંબા ગાળાના બચત લક્ષ્યોને પરવડે તેવી રીતે પૂરા કરવા સક્ષમ બનાવે છે. આ નવી પ્રોડક્ટ હેઠળ તમારા બાળકોનું શિક્ષણ હોય, લગ્ન હોય કે તમારી નિવૃત્તિ સુરક્ષિત હોય. તમે રૂ.500/મહિના (રૂ.17/દિવસ) જેટલા ઓછા યોગદાન સાથે આ લક્ષ્યો માટે આયોજન કરી શકો છો. ઉત્પાદન એક બટનના ક્લિક પરથી ખરીદી શકાય છે. તેના માટે કોઈ દસ્તાવેજોની જરૂર નથી અને તેની કોઈ શાખાની મુલાકાતની પણ જરુર નથી. આ નવી પ્રોડક્ટ હેઠળ વધારે યોગદાનથી વધુ વળતર મળશે અને વળતરને કરમાંથી મુક્તિ આપવામાં આવે છે.
આ નવી પ્રોડક્ટ લોન્ચ પર એગોન લાઇફ ઇન્સ્યોરન્સના MD અને CEO સતીશ્વર બી. એ જણાવ્યું હતુ કે, આ માત્ર 500 રુપિયા પ્રતિ મહિનાથી શરૂ થતા પ્રીમિયમ સાથે અત્યંત સ્પર્ધાત્મક અને સસ્તુ ઉત્પાદન છે. યોજના એ સુનિશ્ચિત કરે છે કે તમારું બચત લક્ષ્ય પૂર્ણ થાય.
તેમણે આગળ જણાવ્યુ કે, ધારો કે તમે 30 વર્ષના છો અને તમારે 3 વર્ષનું બાળક છે. જો તમે 10 વર્ષ માટે દર મહિને 3,000/- પણ અલગ રાખશો, તો તમને આશરે 6.5 લાખ પ્રાપ્ત થશે. જ્યારે તમારું બાળક 18 વર્ષનું થશે અને ઉચ્ચ અભ્યાસ શરૂ કરવાનું હશે, ત્યારે તમારા અકાળે મૃત્યુના કિસ્સામાં તમે રુપિયા તેના ભવિષ્ય માટે આપી શકો છો. આ કિસ્સામાં તમારા પરિવારને 5 લાખ ચૂકવવામાં આવે છે. અન્ય કોઈ બચત સાધનો આ પ્રકારની બાંયધરીકૃત ખાતરીમાં ટોચ પર નથી.
iGuarantee મેક્સ સેવિંગ્સ પ્લાન તમારા જીવનના વિવિધ ધ્યેયો અને તબક્કાઓને પૂર્ણ કરવા લાભકારક સાબિત થાય છે. જો તમે 40 વર્ષના છો અને નિવૃત્તિ વિશે વિચારવાનું શરૂ કર્યું છે, તો તમારે માત્ર 10 વર્ષ માટે દર મહિને 10,000/- રુપિયા બચતમાં આપવા જોઈએ. જ્યારે તમે 60 વર્ષના થશો, ત્યારે તમને મોટી ટેક્સ-ફ્રી રકમ મળશે. તે સમયે તમારું નિવૃત્ત જીવન શરૂ કરવા માટે 29.47 લાખ તમારા હાથમાં હશે. અકાળે અવસાનના કિસ્સામાં, તમારા પ્રિયજનોને ઓછામાં ઓછા 22.8 લાખની કરમુક્ત રકમની ખાતરી આપવામાં આવશે.
વધુ વિગતો માટે અહીં ક્લિક કરો.