LIC IPO : માર્ચ સુધી આવશે દેશનો સૌથી મોટો IPO, જાણો SEBI સમક્ષ ક્યારે રજૂ થશે દસ્તાવેજ

|

Jan 14, 2022 | 6:41 AM

સરકાર માર્ચ સુધીમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લાવશે અને તેની મંજૂરી માટે જાન્યુઆરીના અંત સુધીમાં માર્કેટ રેગ્યુલેટર SEBIને ડ્રાફ્ટ સબમિટ કરશે.

LIC IPO : માર્ચ સુધી આવશે દેશનો સૌથી મોટો IPO, જાણો SEBI સમક્ષ ક્યારે રજૂ થશે દસ્તાવેજ
LIC IPO માટે ચાલુ મહિનામાં SEBI ને ડ્રાફ્ટ સબમિટ કરશે

Follow us on

સરકાર માર્ચ સુધીમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લાવશે અને તેની મંજૂરી માટે જાન્યુઆરીના અંત સુધીમાં માર્કેટ રેગ્યુલેટર SEBIને ડ્રાફ્ટ સબમિટ કરશે.

આ મામલા સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે LICના જુલાઈ-સપ્ટેમ્બર 2021ના નાણાકીય ડેટાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભંડોળના વિભાજનની પ્રક્રિયા પણ ચાલી રહી છે. તેઓ આ મહિનાના અંત સુધીમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ને આઈપીઓની દરખાસ્ત સબમિટ કરવાની અપેક્ષા રાખે છે. વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં LICનો IPO આવશે તે નિશ્ચિત છે.

ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. 1.75 લાખ કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકને હાંસલ કરવાની દૃષ્ટિએ LICનો IPO ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સરકાર અત્યાર સુધીમાં ઘણા PSUના ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી માત્ર રૂ. 9,330 કરોડ એકત્ર કરી શકી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સપ્ટેમ્બરમાં 10 મર્ચન્ટ બેન્કર્સની નિમણૂક કરાઈ હતી
દેશની સૌથી મોટી વીમા કંપની LICની પ્રારંભિક જાહેર ઓફર પૂર્ણ કરવા માટે સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 10 મર્ચન્ટ બેન્કર્સની નિમણૂક કરી હતી. તેમાં ગોલ્ડમેન સૅક્સ, સિટીગ્રુપ અને નોમુરાનો સમાવેશ થાય છે. કાનૂની સલાહકાર તરીકે સિરિલ અમરચંદ મંગલદાસનું નામ આપવામાં આવ્યું હતું.

એલઆઈસીના ડિસઇન્વેસ્ટમેન્ટને ગયા વર્ષે જુલાઈમાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ મંજૂરી આપી હતી. તેને દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે જીવન વીમા નિગમના મેગા IPOની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે સરકાર તેની FDI પોલિસીમાં ફેરફાર કરી શકે છે. સરકાર આ ક્વાર્ટરમાં કોઈપણ કિંમતે LIC IPO લાવવા માંગે છે. DPIIT સેક્રેટરી અનુરાગ જૈને જણાવ્યું હતું કે વીમા ક્ષેત્રમાં FDI (ફોરેન ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ) માટેની મર્યાદા 74 ટકા છે જોકે આ મર્યાદા જીવન વીમા નિગમને લાગુ પડતી નથી.

એક મીડિયા રિપોર્ટ મુજબ જૈને જણાવ્યું કે વીમા ક્ષેત્ર માટે વર્તમાન FDI પોલિસી જીવન વીમા નિગમની ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં મદદ કરશે નહીં. આવી સ્થિતિમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ પોલિસીમાં ફેરફાર કરવા પડશે. પોલિસીમાં ટૂંક સમયમાં ફેરફાર કરવાની જરૂર છે કારણ કે LICનો IPO તેના પર નિર્ભર છે.

FDI નિયમોમાં ફેરફાર કરવા અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સિસ્ટમ્સ (DFS) અને સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગ DIPAM સાથે વાટાઘાટો ચાલી રહી છે. આ મુદ્દે બે મહત્વની બેઠકો થઈ છે જે બાદ DPIIT, DFS, DIPAMની પરસ્પર સમજૂતી પણ થઈ ગઈ છે.

 

આ પણ વાંચો : ખુશખબર: નાના વેપારીઓને 30 મિનિટમાં મળશે 50 લાખ રૂપિયા સુધીની લોન, આ રીતે કરો ઓનલાઈન અરજી

આ પણ વાંચો : Elon Musk એ ભારતમાં ટેસ્લાની એન્ટ્રી અંગેના પડકારો વિશે જણાવ્યું, વધારે આયાત ડ્યુટી પણ એક સમસ્યા

Next Article