Rashifal 2022: નવા વર્ષ 2022 થી દરેકની અપેક્ષા છે કે આ વર્ષ સુખ અને શાંતિની ભેટ લઈને આવે. વર્ષ 2021ના પડકારોની યાદો આવનારા વર્ષની સ્થિતિ જાણવા માટે વધુ ઉત્સુક બનાવે છે. આ જિજ્ઞાસાના નિરાકરણમાં અમે આગામી વર્ષ માટે જ્યોતિષ લેખિકા સુનિતા છાબડા દ્વારા આપનું વાર્ષિક રાશિ ભવિષ્ય અહી રજૂ કરી રહ્યા છીએ
વૈદિક જ્યોતિષમાં કુલ 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેક રાશિ પર કોઈ ગ્રહનું શાસન હોય છે. જન્માક્ષરની ગણતરી ગ્રહો અને નક્ષત્રોની ગતિ દ્વારા કરવામાં આવે છે. ગ્રહોની ચાલને કારણે વર્ષ 2022 કેટલીક રાશિઓ માટે શુભ અને કેટલીક રાશિઓ માટે અશુભ રહેશે. ગ્રહોની ચાલની અસર તમામ રાશિઓ પર પડે છે. ચાલો જાણીએ કે વર્ષ 2022 તમામ રાશિઓ માટે કેવું રહેશે..
મેષ: પરીવર્તનનો સમય છે. જીવનનાં દરેક તબબ્કે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને આ કોરોના કાળમાં પોતાનું સ્વાસ્થય જાળવવાની પણ સલાહ આપવામાં આવે છે.
વૃષભ: આ રાશિના જાતકો માટે આગામી વર્ષ ઘણું લાભકારી સાબિત થવાનું છે. આવનારો સમય આપના માટે જીવનમાં ઘણી ખુશીઓ લઈને આવવાનો છે.
મિથુન: આ રાશિના જાતકો માટે એપ્રિલ બાદ શુભ સમય શરૂ થવાનો છે.
કર્ક: કર્ક રાશિના જાતકો માટે મે, જૂન, જુલાઇ બાદ સમય અત્યંત લાભકારી સાબિત થવાનો છે. આ રાશિના જાતકોને ઘણા લાભ પ્રાપ્ત થવાના છે.
સિંહ: આ રાશિના જાતકો માટે રાહતના સમાચાર એ છે કે આ વર્ષે આપની આર્થિક સમસ્યાઓ ઘણી હદે હળવી થઈ જશે, કર્જનો બોજો ઉતરી જશે.
કન્યા: આ રાશિના જાતકોને સંતાનો તરફથી ચિંતાઓ સતાવી શકે છે. માટે પોતાના બાળકો પર ખાસ ધ્યાન રાખવું.
તુલા: તુલા રાશિમાં કેતુ આવી રહ્યો છે તેથી તેને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. દરેક તબક્કે સાવધાન રહેવું પડશે અને ખરાબ સંગતોથી દૂર રહેવું પડશે.
વૃશ્ચિક: આ વર્ષના મે મહિના બાદ આપના પર ગુરુની વિશેષ લાભકારી અસર જોવા મળશે, જેથી આ રાશિનો સમય અત્યંત લાભકારી આવવાનો છે.
ધન: આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે પરંતુ સાથે સાથે ખર્ચ પણ જણાશે, ધન રાશિના લોકો નોકરી પણ બદલી શકે છે.
મકર: આ રાશિના જાતકોને આ વર્ષે થોડીક આર્થિક સમસ્યાઓ જણાશે, મહત્વના દસ્તાવેજો થઈ શકે છે.
કુંભ: જાન્યુઆરી થી એપ્રિલ સુધી આ રાશિના લોકોનો અત્યંત સારો સમય ચાલી રહ્યો છે. કોઈ પણ નવી વસ્તુ શરૂ કરી શકે છે. ચોક્કસ સફળતા મળશે.
મીન: આ રાશિના જાતકો માટે મે મહિના બાદ અત્યંત લાભકારી સમય શરૂ થઈ રહ્યો છે. આવો યોગ 12 વર્ષે એક જ વાર બને છે, માટે આ સમયનો ખુબ જ લાભ લેવો.
આ પણ વાંચો: Rudraksha Mantra: દેવી દેવતાઓ સાથે જોડાયેલું છે રુદ્રાક્ષનું બીજ, ધારણ કર્યા પહેલા જરૂર જપો તેનો આ મંત્ર
આ પણ વાંચો: New Year 2022 Calendar: નવા વર્ષ 2022 માં આવતા હિન્દુ વ્રત-ઉત્સવ વિશેની માહિતી જાણો એક ક્લિકમાં
Published On - 11:59 pm, Sat, 1 January 22