
તમને કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મળવાની તક મળશે. જેના કારણે તમારા વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે. ધાર્મિક કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી શરીર અને મન બંને ખુશ રહેશે.
તમારા વિરોધીઓ સામે નબળાઈ અનુભવશો નહીં. તમારું મનોબળ જાળવી રાખો. આર્થિક રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓને હાલ પૂરતું સ્થગિત રાખવું વધુ સારું રહેશે. વિદ્યાર્થીઓને ઘરની કોઈ સમસ્યાને કારણે અભ્યાસમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે.
વ્યવસાયમાં નાણાકીય બાબતો અને યોજનાઓ પર કાર્યવાહી કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. કાર્યક્ષેત્રમાં હકારાત્મક ઉકેલો ચાલુ રહેશે, જો બિઝનેસ રિલોકેશન પ્લાન બનાવવામાં આવી રહ્યો હોય, તો તેને અત્યારે માટે મુલતવી રાખો.
લવ ફોકસ– પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડને ડેટિંગની તક મળી શકે છે.
સાવચેતીઃ– ઘૂંટણ અને પગમાં દુખાવાની સમસ્યા રહેશે. ખાસ કરીને મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે.
લકી કલર – પીળો
લકી અક્ષર- N
ફ્રેન્ડલી નંબર – 2