
રાજયના (Gujarat’s First chief Minister)પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાએ (Dr. jivraj Mehta)રાજયના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી હતી . જેમાં GSFCની સ્થાપના, દરૂબંધીનો અમલ, એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની સ્થાપના જેવા મહત્વના કામ કર્યા હતા. ડો. જીવરાજ નારાયણ મહેતા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. તેમની સ્મૃતિમાં અમદાવાદ ખાતે તેમના નામ પરથી જીવરાજ મહેતા હોસ્પિટલ આવેલી છે. ગાંધીનગરમાં માહિતી ખાતાના એક સંકુલનું નામ તેમની સ્મૃતિમાં રાખવામાં આવ્યું છે. વર્ષ .2015 થી ભારત સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રમાં સર્વોચ્ચ પુરસ્કાર જીવરાજ મહેતા એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. આવો જાણીએ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી વિશે.
જીવરાજ મહેતાનો જન્મ ૨૯ ઓગસ્ટ, 1887ના દિવસે અમરેલી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ નારાયણભાઈ અને માતાનું નામ જનકબા હતું. ડો. જીવરાજ મહેતા બાળપણથી જ સંઘર્ષમય જીવન જીવ્યા હતા.
જીવરાજ મહેતાએ 1920ના દાયકામાં હંસાબેહન મહેતા સાથે લગ્ન કર્યાં હતા. હંસા મહેતા સામાદિક કાર્યકર, શિક્ષણવિદ્, સ્વતંત્ર ચળવળકાર અને લેખિકા હતા, તેમણે બાળકો માટે ગુજરાતીમાં ઘણાં પુસ્તકો લખ્યાં હતા. તેઓ ગુજરાતને પ્રથમ નવલકથા આપનારા ગુજરાતી નવલકથા કરણ ઘેલોના લેખક નંદશંક મહેતાના પૌત્રી હતા.
ડો.જીવરાજ મહેતા તેમના બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતા.તેઓએ તેઓએ તેમના અભ્યાસનો ખર્ચ જાતે જ ઉઠાવ્યો હતો, પોતાના ખર્ચના નિભાવ માટે તેઓ ટ્યૂશન કરતા સાથે સાથે સારા માર્કસ લાવીને શિષ્યવૃતિ મેળવતા હતા. જેથી તેમને ફી માફી મળે. ઈ. સ. 1903 ના વર્ષમાં તેઓએ મેટ્રિકની પરીક્ષામાં તેઓ સારા માર્કસે ઉતીર્ણ થયા હતા અને ત્યારબાદ તબીબી અભ્યાસક્રમ માટે મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. મેડિકલ શિક્ષણ માટે શેઠ વી.એમ. કપોળ બોર્ડિંગ ટ્રસ્ટની સ્કોલરશીપ મેળવી હતી.
લંડનમાં અભ્યાસ દરમિયાન તેઓએ છેલ્લા વર્ષમાં 8માંથી 7 ઈનામો મેળવ્યા હતા.લંડન નિવાસ દરમિયાન તેમણે ‘લંડન ઇન્ડિયન એસોસિયેશન’ સંસ્થાની સ્થાપના કરી હતી. ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગુજરાત, મુંબઈ અને ભારતના અનેક જાહેર સંસ્થાઓમાં અને સમિતિઓમાં અધ્યક્ષપદે રહીને મહત્વની કામગીરી કરી હતી. ઈ.સ. ૧૯૨૧માં વડોદરા રાજયના ચીફ મેડીકલ ઓફિસર તરીકે જોડાયા હતા.
ઈ.સ 19૩૦માં ગાંધીજીના નેતૃત્વ હેઠળ સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ થયો ત્યારે મુંબઈ શહેર સંગ્રામ સમિતિની ઉચ્ચ ભીતરી સમિતિના તેઓ સભ્ય હતા અને લડતના સંચાલનમાં મહત્વનો ફાળો આપ્યો હતો ગાંધીજીને પણ તેમણે તબીબી સેવાઓનો લાભ આપ્યો હતો. ઈ.સ. 1942માં ‘હિંદ છોડો’ આંદોલનમાં પણ તેમણે બીજી વાર જેલવાસ ભોગવ્યો હતો.
ઈ.સ. 1946 થી 1948 સુધી તેઓ મુંબઈ ધારાસભાના સભ્ય રહ્યા હતા. ઈ.સ.1949 થી 1950 સુધી મુંબઈ રાજ્યના પ્રધાનમંડળમાં સેવાઓ આપી હતી. ઈ.સ. 1952 થી 1960સુધી તેઓ નાણાંપ્રધાન રહ્યા હતા. ઈ.સ. 1960માં પહેલી મે (1 MAY)ના રોજ ગુજરાતનું અલગ રાજ્ય થયું ત્યારે તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. ગુજરાતના પ્રશ્નો ઊંડો અભ્યાસ કરી વિવિધ પ્રશ્નો એક પછી એક તેને ઉકેલ્યા હતા. નવા રાજ્યની નવી રાજધાની ક્યાં રાખવી એ અંગે લાંબી મંત્રણા પછી રાજ્યનું પાટનગર ગાંધીનગર રાખવાનું નક્કી કરવામાં આવ્યું.
તેમણે 1960માં ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કંપની(GSFC)ની રચના કરી. વડોદરામાં પ્રેટ્રોકેમિકલ્સ ઉદ્યોગની સ્થાપના કરી. અમદાવાદમાં એશિયાની પ્રખ્યાત સિવિલ હોસ્પીટલનું બાંધકામ કરાવ્યું. આ ઉપરાંત ગુજરાતમાં ખાદી અને ગ્રામોધ્ધાર બોર્ડની રચના કરવામાં આવી. ગુજરાતમાં દારૂબંધી દાખલ કરી. ૧૯૬૪-૧૯૬૬ ઇન્ગ્લેન્ડમાં ભારત તરફથી હાઈ કમિશ્નર રહ્યા હતા. 91 વર્ષની વયે7 નવેમ્બર 1978 ના રોજ તેમનું અવસાન થયું હતું.
Published On - 2:10 pm, Fri, 10 June 22