મમતા બેનર્જીનો પ્રહાર, કહ્યું ગુજરાત સહિત ભાજપ શાસિત રાજ્યોમાં મહિલા પર થાય છે વધુ અત્યાચાર

|

Mar 08, 2021 | 6:00 PM

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં રાજકીય સંગ્રામ તેજ થઈ ગયો છે. વિશ્વ મહિલા દિવસે બંગાળની સીએમ Mamata Banerjee કોલકાતાના રસ્તાઓ પર ઉતરી અને ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા.

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં રાજકીય સંગ્રામ તેજ થઈ ગયો છે. વિશ્વ મહિલા દિવસે બંગાળની સીએમ Mamata Banerjee કોલકાતાના રસ્તાઓ પર ઉતરી અને ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા. મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને કોલકાતામાં પદયાત્રાનું આયોજન કરાયું. પદયાત્રા બાદ ધર્મતલ્લામાં થયેલી જનસભામાં સીએમ મમતા બેનર્જીએ મહિલાઓ સહિતના મુદ્દાઓ પર મોદી સરકાર અને ભાજપ શાસિત રાજ્યો પર જોરદાર હુમલા કર્યા. ધર્મતલ્લામાં જનસભાને સંબોધતા સીએમ Mamata Banerjeeએ મોદી સરકારને લઈને ભાજપને આડે હાથ લીધી હતી.

 

 

 

મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ શાસિત રાજ્યોમાં મહિલાઓની સ્થિતિ ખરાબ છે, જ્યારે ભાજપ ટીએમસી પર ખોટા આરોપો લગાવી રહી છે. Mamata Banerjeeએ કહ્યું કે ભાજપ શાસિત ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં મહિલાઓ પર સૌથી વધુ હિંસા થાય છે. દીદીએ કહ્યું કે અમદાવાદમાં મહિલાઓ પર સૌથી વધુ રેપ થાય છે. જ્યારે બંગાળની મહિલાઓ બંગાળને ધડશે.

 

 

આ પણ વાંચો: International women’s Day 2021: પ્રથમવાર મહિલાઓની ટીમે સમુદ્રમાં કાર્ગો શિપનું નેતૃત્વ કર્યું, ઐતિહાસિક ક્ષણ

Next Video