લોકસભા ચૂંટણી માટે રાહુલ ગાંધીએ કેરળની વાયનડ સીટ પરથી શા માટે નોંધાવી ઉમેદવારી, શું છે મતોનુ સમીકરણ?

દક્ષિણ ભારતમાં કોંગ્રેસ પોતાની સ્થિતી મજબૂત કરવા માટે પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળની વાયનડ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. વાયનડ સીટ કેરળ, કર્ણાટક અને તમિલનાડુને જોડે છે. જેથી રાહુલ ગાંધી વાયનડથી ચૂંટણી લડે તો દક્ષિણ ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે છે. જોકે ઉત્તરપ્રદેશના અમેઠીની સીટ પર પણ સારુ પ્રભુત્વ છે. TV9 Gujarati   […]

લોકસભા ચૂંટણી માટે રાહુલ ગાંધીએ કેરળની વાયનડ સીટ પરથી શા માટે નોંધાવી ઉમેદવારી, શું છે મતોનુ સમીકરણ?
| Edited By: | Updated on: Mar 31, 2019 | 3:27 PM

દક્ષિણ ભારતમાં કોંગ્રેસ પોતાની સ્થિતી મજબૂત કરવા માટે પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળની વાયનડ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

વાયનડ સીટ કેરળ, કર્ણાટક અને તમિલનાડુને જોડે છે. જેથી રાહુલ ગાંધી વાયનડથી ચૂંટણી લડે તો દક્ષિણ ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે છે. જોકે ઉત્તરપ્રદેશના અમેઠીની સીટ પર પણ સારુ પ્રભુત્વ છે.

TV9 Gujarati

 

જાણો સમીકરણ? જે માટે વાયનડ સીટ પરથી રાહુલ ગાંધી લડી રહ્યા છે ચૂંટણી

વાયનડ કોંગ્રેસ માટે સુરક્ષીત સીટ છે. લોકસભાની છેલ્લી 2 ચૂંટણી વર્ષ 2009 અને 2014માં કોંગ્રેસના ઉમેદવાર એમ. આઈ. શાનવાસ જીતતા આવ્યા છે. ત્યાંની સૌથી મજબૂત પાર્ટી CPIને હરાવીને જીત મેળવી છે. 2009માં શાનવાસે આશરે 2 લાખ મતથી વિજય મેળવ્યો હતો.

પરંતુ 2014માં માત્ર 20 હજારની લીડ શાનવાસને મળી હતી. વાયનડ લોકસભા સીટ 7 વિધાનસભા સીટો મનથાવડ્ડી, સુલ્તાન બાથેરી, કાલપેટ્ટા, થિરુવમ્બેડી, અર્નાદ, નિલામ્બુર અને વંદૂર વિધાનસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે. જેની કુલ મતદાર સંખ્યા 13 લાખ 25 હજાર 788 છે.

વાયનડ સીટની કુલ વસ્તીના 49.48 ટકા મતદારો હિન્દૂ છે. 28.65 ટકા મુસ્લિમ મતદારો છે, ઈસાઈ સંપ્રદાયની સંખ્યા 21.34 ટકા છે. અનુસૂચિત જાતિ ની સંખ્યા 3.99 ટકા જ્યારે અનુસૂચિત જનજાતિ 18.53 ટકા છે. જેમાંથી કોંગ્રેસ 51 ટકા મત મેળવી જીત નિશ્વિત કરવા માંગે છે કારણ કે આ સીટ 3 રાજ્યોને જોડે છે. અને દક્ષિણ ભારતની રાજનીતિ માટે આ સીટો મહત્વની છે.

[youtube_channel resource=0 cache=300 privacy=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]