
મહત્વનું છે કે PM મોદી પર બાયોપીક બનવાની શરૂઆત થતાની સાથે જ વિવાદનો મધપુળો છેડાયો હતો. ઉપરાંત ફિલ્મના રિલીઝની તારીખને લઈને પણ વિવાદ સામે આવ્યો હતો. તેવામાં મમતા બેનર્જીએ ન માત્ર મોદી પર બનેલી ફિલ્મ પરંતુ નરેન્દ્ર મોદીએ દેશ માટે કોઈ યોગદાન ન આપ્યુ હોવાનો આક્ષેપ કર્યો છે.
આ ફિલ્મને લઈને વિવાદ સતત સર્જાતો રહ્યો છે. હાલમાં પણ 5 તારીખના રોજ ચૂંટણીના સમયે તે રિલીઝ ન થાય તેવી માગણી કરવામાં આવી છે અને ચૂંટણી પંચે આ અંગે ફિલ્મ નિર્માતાઓને નોટિસ પણ ફટકારી છે. ફિલ્મમાં વિવેક ઓબરોયે પણ કોંગ્રેસની ફિરકી લીધી હતી અને કહ્યું કે ચોકીદારના ડંડાથી બધા ડરી રહ્યાં છે. આમ આ ફિલ્મને લઈને વિવાદ સતત ચાલુ છે ત્યારે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બળતામાં ઘી હોમ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Visit our YouTube channel”]