West Bengal: બળાત્કારને રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરે છે મમતા સરકાર, શુભેન્દુ અધિકારીએ લગાવ્યો આક્ષેપ

|

Aug 10, 2021 | 2:42 PM

ભાજપના કાર્યકરના જણાવ્યા અનુસાર, તેની પત્નીને થોડા મહિના પહેલા સ્ટ્રોક (Stroke) આવ્યો હતો, જેના કારણે તે બોલી શકતી નથી અને તેની પત્ની પર TMCના સમર્થકો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો.ત્યારે પોલીસે હાલ બે લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

West Bengal: બળાત્કારને રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરે છે મમતા સરકાર, શુભેન્દુ અધિકારીએ લગાવ્યો આક્ષેપ
Suvendu Adhikari (File Photo)

Follow us on

West Bengal: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ હિંસાને લઈને મમતા સરકાર (Mamta Government) પર સતત પ્રહારો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં (Assembly) વિપક્ષના નેતા સુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીની સરકાર પર બળાત્કારને રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

આપને જણાવવું રહ્યું કે, ભાજપના કાર્યકરની મૌન પત્ની સાથે સામુહિક બળાત્કારનો મામલો સામે આવ્યો હતો અને પીડિતાએ પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાવી હતી. હાલ,પોલીસે બે લોકોની આ મામલે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ TMCએ જણાવ્યું હતુ કે,તે પીડિતા સાથે છે અને દોષિતોને સજા આપવાની માંગ કરશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે

શુભેન્દુ અધિકારીએ સોમવારે ટ્વિટ (Tweet) કર્યું હતું કે, “મમતા સરકાર દ્વારા બળાત્કારનો રાજકીય હથિયાર (Political Weapon) તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.” ઉપરાંત કાર્યકર પોલની પત્નીને મળવા ભાજપના કાર્યકરો હોસ્પિટલમાં મળવા માટે ગયા હતા. મુલાકાત દરમિયાન ભાજપના કાર્યકરોએ જણાવ્યું હતુ કે, અમારી પ્રથમ પ્રાથમિકતા બહેતર સારવાર અને સંભાળ માટે તેને ખાનગી સુવિધામાં ખસેડવાની હતી ઉપરાંત જણાવ્યું હતું કે, અમારી બીજી પ્રાથમિકતા(Second Priority)  ન્યાય સુનિશ્ચિત કરવાની છે.

ભાજપના કાર્યકર્તાની પત્ની પર TMC સમર્થકોએ બળાત્કાર ગુજાર્યો, બેની ધરપકડ

ફરિયાદ અનુસાર, પીડિતા શનિવારે રાત્રે ઘરે એકલી હતી અને પતિ કોઈ કામ માટે કોલકાતા (Kolkata) ગયા હતા. ઉપરાંત TMC બ્લોક પ્રમુખ કુતુબુદ્દીન મલિક અને TMC યુવા પ્રમુખ દેબાશિષ રાણા (Debashish Rana) અન્ય 12 લોકો સાથે ભાજપના કાર્યકરના ઘરે પહોંચ્યા હતા. બાદમાં પાંચ લોકો અંદર આવે છે અને કામદારની પત્નીને બાંધીને તેના પર બળાત્કાર કરે છે. ઘટના બાદ પીડિતા બેભાન થઈ જાય છે. બાદમાં ઘટનાની જાણ થતા મહિલાને સારવાર માટે ઉલુબેરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પીડિતાના પતિએ જણાવ્યું હતું કે મારી પત્નીને થોડા મહિના પહેલા સ્ટ્રોક આવ્યો હતો, જેના કારણે તે બોલી શકતી નથી, ઉપરાંત તેની પત્નીના રહેવા અનુસાર પાંચ લોકો દ્વારા બળાત્કાર(Rape)  કરવામાં આવ્યો હતો. આરોપ છે કે મહિલાને બાંધીને બળાત્કારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી જ્યારે સંડોવાયેલા ત્રણ લોકો શોધવા પોલીસે(Police)  કવાયત શરૂ કરી છે.

 

આ પણ વાંચો: Punjab: CM અમરિંદર સિંહ આજે સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત, કેબિનેટમાં ફેરબદલ અંગે ચર્ચા થવાની સંભાવના

આ પણ વાંચો: GUJARAT : 15 ઓગષ્ટથી BJPની રાજ્યવ્યાપી જન આશીર્વાદ યાત્રા, જે.પી.નડ્ડા સહીત ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ યાત્રામાં જોડાશે

Published On - 2:39 pm, Tue, 10 August 21

Next Article