West Bengal Budget : નેતાજીના નામે બટાલિયન, 20 લાખ આદિવાસીઓને પાકા મકાનની જાહેરાત

|

Feb 06, 2021 | 8:49 AM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ​​વિધાનસભામાં બજેટ રજૂ કર્યું. બજેટમા સીએમ મમતા બેનર્જીએ ઘણી મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. સીએમ મમતા બેનર્જીએ જાહેરાત કરી કે નેતાજીના નામે નવી પોલીસ બટાલિયન બનાવવામાં આવશે.

West Bengal Budget : નેતાજીના નામે બટાલિયન, 20 લાખ આદિવાસીઓને પાકા મકાનની જાહેરાત
Mamata Banerjee

Follow us on

West Bengal ના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ​​વિધાનસભામાં બજેટ રજૂ કર્યું. બજેટમા સીએમ મમતા બેનર્જીએ ઘણી મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. સીએમ મમતા બેનર્જીએ જાહેરાત કરી કે નેતાજીના નામે નવી પોલીસ બટાલિયન બનાવવામાં આવશે.

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બજેટ રજૂ કરતાં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે કોલકત્તા પોલીસ દળમાં નેતાજી બટાલિયનના નામે નવી બટાલિયન બનાવવામાં આવશે. 10 કરોડના ખર્ચે કોલકત્તામાં પોલીસમાં નેતાજી બટાલિયનની રચના કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળમાં થોડા મહિના બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેવા સમયે પશ્ચિમ બંગાળનું બજેટ ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. જેના પગલે સીએમ મમતા બેનર્જીએ બજેટમાં બીજી મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તરુણેર સ્વપન યોજના અંતર્ગત 9 લાખ વિદ્યાર્થીઓને એક ટેબ આપવામાં આવશે. આ સાથે મફત રેશન યોજનાને જૂન 2021 સુધી વધારી દેવામાં આવી છે . આ ઉપરાંત રાજ્યના દરેક જિલ્લામાં ” જય હિન્દ ભવન” ના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બજેટમાં કરવામાં આ મહત્વની જાહેરાતો

– ઉલ્ટાડાંગાથી બાંગુર એવન્યુ, ઉલ્ટાડાંગાથી પોપી, તાલાથી ડનલાપ, ચિંગડીઘાતાથી ન્યૂટાઉન, ગારિયાથી યાદવપુર, પાઇકપડાથી કોલકત્તા સ્ટેશન અને બાયપાસથી બસંતી માટે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે

– પાર્ક સર્કસમાં સ્કાયવોકની જોગવાઈ.
– મદ્રેસા શિક્ષણ માટે 50 કરોડની જોગવાઈ.
– દરેક જિલ્લામાં આઝાદ હિન્દ મેમોરિયલ બનાવવામાં આવશે 100 કરોડની જોગવાઈ.
– દર 3 વર્ષે હેલ્થ પાર્ટનર કાર્ડનું નવીકરણ.
– નેપાળી, હિન્દી ભાષામાં નવી 100 શાળાઓની જાહેરાત.
– રાજવંશ માટે 200 નવી શાળાઓની જાહેરાત.
– 20 લાખ આદિવાસી પરિવારો માટે પાકા મકાનો, 3000 કરોડની જોગવાઈ.
– ચાના બગીચાના ઝોન વિકાસ માટે 150 કરોડ, 100 નવી શાળાઓ ખોલવામાં આવશે.
– 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં 46,000 કિ.મી.નો રસ્તો બનાવવામાં આવશે.
– આંધલમાં એરપોર્ટ પ્રમોશન માટે 2000 કરોડની જોગવાઈ.
– દર વર્ષે ધોરણ 12 ના વિદ્યાર્થીઓને ટેબ મળશે 900 કરોડની જોગવાઈ.

Next Article