Bhavnagar શહેરમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં નિયમોનો ભંગ થયો છે. પીરછલ્લા વોર્ડ નંબર 6માં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. આ પ્રચાર દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા નિયમો નેવે મુકવામાં આવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારો ડીજે સાથે ચૂંટણી પ્રચારમાં નીકળ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો પ્રચાર સમયે ડીજેના તાલે નાચતા જોવા મળ્યા હતા. કોંગ્રેસના તમામ કાર્યકરોમાં પ્રચાર સમયે માસ્ક વિના અને તેમની વચ્ચે સામાજિક અંતરનો અભાવ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: Mehsana: Jotanaમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, વોટર પ્લાન્ટ સંચાલક પર થયો હુમલો