મુખ્યપ્રધાન તરીકે સતત 5 વર્ષ પૂર્ણ કરનાર વિજય રૂપાણી ગુજરાતના ચોથા CM

|

Sep 11, 2021 | 6:50 PM

ગુજરાતમાં મુખ્યપ્રધાન રૂપાણીનો 7 ઓગસ્ટના રોજ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થયો હતો. આ સાથે જ તેઓ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ચોથા મુખ્યપ્રધાન (Chief Minister) બન્યાં હતા.

મુખ્યપ્રધાન તરીકે સતત 5 વર્ષ પૂર્ણ કરનાર વિજય રૂપાણી ગુજરાતના ચોથા CM
Vijay Rupani, who has completed 5 consecutive years as the Chief Minister, is the fourth CM of Gujarat

Follow us on

ગુજરાતમાં મુખ્યપ્રધાન રૂપાણીનો 7 ઓગસ્ટના રોજ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થયો હતો. આ સાથે જ તેઓ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ચોથા મુખ્યપ્રધાન (Chief Minister) બન્યાં હતા. સાથે જ તેઓ કેશુભાઈ પટેલના (Keshubhai Patel) શાસનનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે. આ અગાઉ નરેન્દ્ર મોદી, માધવસિંહ સોલંકી અને હિતેન્દ્ર દેસાઈએ પાંચ વર્ષ કરતાં વધુ સમય સુધી શાસન કર્યું છે.

ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન (Aanandiben Patel)પટેલના રાજીનામા બાદ 7 ઓગસ્ટ 2016થી વિજય રૂપાણી મુખ્યપ્રધાન પદનો કાર્યકાળ સંભાળ્યો હતો. બાદમાં 2017માં વિજય રૂપાણીના નેતૃત્વમાં જ ભાજપનો(BJP) વિજય થયો હતો અને ફરી એકવાર વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા. આ સાથે જ 1,825 દિવસના શાસન બાદ 7 ઓગસ્ટના રોજ વિજય રૂપાણી પાંચ વર્ષ શાસન કરનારા ચોથા મુખ્યમંત્રી બની ગયા હતા.

પાંચ વર્ષ તરીકે મુખ્યપ્રધાન તરીકે શાસન કરનાર

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

1)નરેન્દ્ર મોદી- 12 વર્ષ,227 દિવસ (ભાજપ પાર્ટી)
2)હિતેન્દ્ર દેસાઇ- 5 વર્ષ, 245 દિવસ (કોંગ્રેસ પાર્ટી)
3) વિજય રૂપાણી- 5 વર્ષ, 35 દિવસ (ભાજપ પાર્ટી)
4) માધવસિંહ સોલંકી- 5 વર્ષ, 29 દિવસ ( કોંગ્રેસ પાર્ટી)

સૌથી વધુ સમય મુખ્યપ્રધાન પદે શાસન કરનાર મુખ્યમંત્રી

રાજ્યમાં સૌથી વધુ સમય સુધી મુખ્યપ્રધાન પદે રહેનારા મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો સૌથી વધુ નરેન્દ્ર મોદીએ(Narendra Modi) 4,610 દિવસ સુધી શાસન કર્યું છે, જ્યારે હિતેન્દ્ર દેસાઈએ 2,062 દિવસ અને માધવસિંહ સોલંકીએ 2,049 દિવસ સુધી મુખ્યપ્રધાન પદ સંભાળ્યું હતું. સાથે જ કેશુભાઈ પટેલના 1,533 દિવસના શાસનનો રેકોર્ડ તોડીને વિજય રૂપાણી સૌથી વધુ સમય માટે મુખ્યપ્રધાન પદ પર રહેનારા ચોથા મુખ્યમંત્રી બન્યા છે.

સૌથી ઓછા સમય માટે મુખ્યપ્રધાન પદે શાસન કરનાર મુખ્યમંત્રી

સૌથી ઓછા સમય માટે મુખ્યપ્રધાન પદ પર રહેનારા મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો દિલીપ પરીખ (Dilip Parikh) જેમણે માત્ર 128 દિવસ સુધી શાસન કર્યું હતું. જ્યારે શંકરસિંહ વાઘેલાએ (Shankarsinh Vaghela) 370 દિવસ સુધી મુખ્યપ્રધાન પદનો કાર્યકાળ સંભાળ્યો હતો. સુરેશ મહેતા 334 દિવસ અને છબિલદાસ મહેતાએ 391 દિવસ સુધી શાસન કર્યું હતું.

ગુજરાતનો રાજકીય ઈતિહાસ

ગુજરાતમાં અત્યાર સુધીમાં 16 મુખ્યમંત્રીએ શાસન કર્યું છે, જેમાં સૌથી વધુ 4,610 દિવસ સુધી નરેન્દ્ર મોદીએ શાસન કર્યુ છે. જ્યારે 128 દિવસ શાસન કરનારા મુખ્યમંત્રી દિલીપ પરીખ સૌથી ઓછા સમય માટે મુખ્યપ્રધાન પદે રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 16માંથી 12 મુખ્યમંત્રીએ 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી.

Published On - 5:15 pm, Sat, 11 September 21

Next Article