ગુજરાતમાં મુખ્યપ્રધાન રૂપાણીનો 7 ઓગસ્ટના રોજ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થશે. આ સાથે જ તેઓ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ચોથા મુખ્યપ્રધાન (Chief Minister) બનશે. સાથે જ તેઓ કેશુભાઈ પટેલના (Keshubhai Patel) શાસનનો પણ રેકોર્ડ તોડી નાખશે. આ અગાઉ નરેન્દ્ર મોદી, માધવસિંહ સોલંકી અને હિતેન્દ્ર દેસાઈએ પાંચ વર્ષ કરતાં વધુ સમય સુધી શાસન કર્યું છે.
ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન (Aanandiben Patel)પટેલના રાજીનામા બાદ 7 ઓગસ્ટ 2016થી વિજય રૂપાણી મુખ્યપ્રધાન પદનો કાર્યકાળ સંભાળ્યો હતો. બાદમાં 2017માં વિજય રૂપાણીના નેતૃત્વમાં જ ભાજપનો(BJP) વિજય થયો હતો અને ફરી એકવાર વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા. આ સાથે જ 1,825 દિવસના શાસન બાદ 7 ઓગસ્ટના રોજ વિજય રૂપાણી પાંચ વર્ષ શાસન કરનારા ચોથા મુખ્યમંત્રી બની જશે.
સૌથી વધુ સમય મુખ્યપ્રધાન પદે શાસન કરનાર મુખ્યમંત્રી
રાજ્યમાં સૌથી વધુ સમય સુધી મુખ્યપ્રધાન પદે રહેનારા મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો સૌથી વધુ નરેન્દ્ર મોદીએ(Narendra Modi) 4,610 દિવસ સુધી શાસન કર્યું છે, જ્યારે હિતેન્દ્ર દેસાઈએ 2,062 દિવસ અને માધવસિંહ સોલંકીએ 2,049 દિવસ સુધી મુખ્યપ્રધાન પદ સંભાળ્યું હતું. સાથે જ કેશુભાઈ પટેલના 1,533 દિવસના શાસનનો રેકોર્ડ તોડીને વિજય રૂપાણી સૌથી વધુ સમય માટે મુખ્યપ્રધાન પદ પર રહેનારા ચોથા મુખ્યમંત્રી બનશે.
સૌથી ઓછા સમય માટે મુખ્યપ્રધાન પદે શાસન કરનાર મુખ્યમંત્રી
સૌથી ઓછા સમય માટે મુખ્યપ્રધાન પદ પર રહેનારા મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો દિલીપ પરીખ (Dilip Parikh) જેમણે માત્ર 128 દિવસ સુધી શાસન કર્યું હતું. જ્યારે શંકરસિંહ વાઘેલાએ (Shankarsinh Vaghela) 370 દિવસ સુધી મુખ્યપ્રધાન પદનો કાર્યકાળ સંભાળ્યો હતો. સુરેશ મહેતા 334 દિવસ અને છબિલદાસ મહેતાએ 391 દિવસ સુધી શાસન કર્યું હતું.
ગુજરાતનો રાજકીય ઈતિહાસ
ગુજરાતમાં અત્યાર સુધીમાં 16 મુખ્યમંત્રીએ શાસન કર્યું છે, જેમાં સૌથી વધુ 4,610 દિવસ સુધી નરેન્દ્ર મોદીએ શાસન કર્યુ છે. જ્યારે 128 દિવસ શાસન કરનારા મુખ્યમંત્રી દિલીપ પરીખ સૌથી ઓછા સમય માટે મુખ્યપ્રધાન પદે રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 16માંથી 12 મુખ્યમંત્રીએ 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી.
આ પણ વાંચો: Gujarat હાઇકોર્ટે રેમડેસીવીર ઇન્જેક્શનના કાળાબજારીની ફરિયાદમાં ડૉક્ટરને રાહત આપી, ધરપકડ કરવા પર રોક
Published On - 7:10 pm, Fri, 30 July 21