VADODARA: છાણીમાં સમસ્યા નિવારણના આશ્વાસન બદલે ભાજપ ઉમેદવાર સતીશ પટેલે ધમકી આપ્યાના આક્ષેપ

|

Feb 18, 2021 | 7:58 PM

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં આવેલા છાણી વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સતીષ પટેલે પ્રચાર દરમિયાન સ્થાનિકોને ધમકી આપ્યાનો આક્ષેપ થયો છે.

VADODARA: વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં આવેલા છાણી વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સતીષ પટેલે પ્રચાર દરમિયાન સ્થાનિકોને ધમકી આપ્યાનો આક્ષેપ થયો છે. ભાજપના ઉમેદવાર સતીષ પટેલ છાણી વિસ્તારમાં પ્રચાર માટે ગયા હતા.જ્યાં શિવમ રેસિડેન્સી, શિવલિક સોસાયટીના રહીશોએ રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓની સમસ્યા અંગે રજૂઆત કરી હતી.

 

 

સ્થાનિકોનું કહેવું છે કે ભાજપના ઉમેદવાર સતીષ પટેલે તેમની સમસ્યા સાંભળવાની જગ્યાએ ધમકી આપતા કહી દીધુ હતું કે વોટ આપવા હોય તો આપજો, સત્તા ભાજપની જ આવવાની છે. જોઈએ છીએ કે તમને કોણ સુવિધા આપે છે? સ્થાનિકોના આ આક્ષેપ અંગે જ્યારે સતીષ પટેલને પૂછવામાં આવ્યું તો તેમણે સ્થાનિકોના આક્ષેપ ફગાવી દીધા અને સુવિધા આપવાની ખાતરી આપવાની જગ્યાએ દોષનો ટોપલો બિલ્ડર પર ઢોળી દીધો હતો.

 

આ પણ વાંચો: અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં CM વિજય રૂપાણીએ ભાજપને જીતાડવા મતદારોને કર્યું આહ્વાન

Next Video