અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં CM વિજય રૂપાણીએ ભાજપને જીતાડવા મતદારોને કર્યું આહ્વાન

અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે CM વિજય રૂપાણીની સારવાર ચાલી રહી છે. સારવાર દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર અર્થે જાહેર કાર્યક્રમોમાં હાજર રહી શકાય એમ ન હોવાથી CM રૂપાણીએ ફેસબુક લાઈવ દ્વારા જનતાને સંદેશ આપ્યો હતો.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 18, 2021 | 7:47 PM

અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે CM વિજય રૂપાણીની સારવાર ચાલી રહી છે. સારવાર દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર અર્થે જાહેર કાર્યક્રમોમાં હાજર રહી શકાય એમ ન હોવાથી CM રૂપાણીએ ફેસબુક લાઈવ દ્વારા જનતાને સંદેશ આપ્યો હતો.

મુખ્યપ્રધાનનું સ્વાસ્થ્ય સુધારા પર
CM વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્યની જનતા અને ભાજપના કાર્યકર્તાઓની પ્રાર્થનાઓને કારણે તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો આવ્યો છે. મુખ્યપ્રધાનના સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ કરનાર તમામનો તેમણે અભાર માન્યો હતો.

દરેક ચૂંટણીમાં ગુજરાત ભાજપ સાથે
CM વિજય રૂપાણીએ આગામી 21 ફેબ્રુઆરીએ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનમાં જંગી મતદાન કરવા અને ભાજપ તરફી મતદાન કરવા મતદાતાઓને આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારથી દરેક ચૂંટણીમાં સંપૂર્ણ ગુજરાત મક્કમતાથી ભાજપ સાથે ઉભું રહ્યું છે અને આ ચૂંટણીમાં પણ ભાજપ સાથે જ ઉભું રહેશે.

જનતાના મત એળે નહીં જવા દઈએ
ભાજપના ઉમેદવારોને શા માટે જીતાડવા એના થોડાક કારણો આપતા CMએ કહ્યું કે ભાજપ અને વિકાસ એક બીજાના પર્યાય બની ગયા છે. વડાપ્રધાન મોદીએ વિકાસની રાજનીતિ શરૂ કરી હતી. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ગુજરાત તેમજ દેશમાં વિવિધ ક્ષેત્રે વિકાસ થયો છે. અત્યારનો સમય આપણા માટે ખુબ સારો છે કેમ કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતને અન્યાય થતો હતો, અત્યારે તો કેન્દ્રમાં પણ ભાજપની જ સરકાર છે. ગામથી લઈને ઉપર સુધી ભાજપનું શાસન હોય તો વિકાસ જલ્દી થાય. મુખ્યપ્રધાને કહ્યું કે જનતાના એક એક મત એળે જવા નહીં દઈએ.

જનતા હવે કોંગ્રેસને મોકો નહીં આપે
મુખ્યપ્રધાને કહ્યું જે ગુજરાતની જનતાએ કોંગ્રેસને પણ તક આપી હતી. કોંગ્રેસ પાસે 25 જિલ્લા પંચાયતો હતી પણ ભ્રષ્ટાચાર, પક્ષપલટો અને અંદર અંદરના વિખવાદને કારણે જનતા નિરાશ થઈ છે. હવે જનતા કોંગ્રેસને તક આપશે પણ નહીં અને આપવા દેશે પણ નહીં.

દરેક ક્ષેત્રે ઈમાનદારીથી કામ કરી રહી છે સરકાર
મુખ્યપ્રધાને કહ્યું કે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ઈમાનદારી, પારદર્શકતા, સંવેદનશીલતા સાથે દરેક ક્ષેત્રમાં કામ કરી રહી છે. ગુજરાતના શહેરોમાં આધુનિક સુવિધાઓ આપવા ભાજપ મક્કમ છે. મુખ્યપ્રધાને કહ્યું કે રાજ્ય સરકારે કરેલા કામોને આધારે ન્યાય આપી આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના સમર્થનમાં મતદાન કરજો.

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">