કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને મળી મોટી જવાબદારી, ભાજપે રાજયસભામાં ગૃહના નેતા નિયુક્ત કર્યા

સંસદનું ચોમાસું સત્ર શરૂ થાય તે પૂર્વે ભાજપે મોટો નિર્ણય લીધો છે. સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થવા જઇ રહ્યું છે

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને મળી મોટી જવાબદારી, ભાજપે રાજયસભામાં ગૃહના નેતા નિયુક્ત કર્યા
BJP appoints Piyush Goyal As a Leader of the House in Rajya Sabha (File Photo)
| Edited By: | Updated on: Jul 14, 2021 | 5:24 PM

સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થવા જઇ રહ્યું છે. જો કે આ દરમ્યાન ભાજપે રાજય સભામાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ(Piyush Goyal) ને ગૃહના નેતા તરીકે નિયુક્ત કર્યા છે. સંસદનું ચોમાસું સત્ર શરૂ થાય તે પહેલાં ભાજપે(BJP)  આ મોટો નિર્ણય લીધો છે. મોદી મંત્રીમંડળના હાલના વિસ્તરણમાં પિયુષ ગોયલ હવે કાપડ મંત્રાલય ઉપરાંત વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનો હવાલો સંભાળી રહ્યા છે.આ પૂર્વે ભાજપના વરિષ્ઠ નેતા થાવરચંદ ગેહલોત રાજ્ય સભામાં ગૃહના નેતાની જવાબદારી સંભાળતા હતા. હવે તે કર્ણાટકના રાજ્યપાલ છે.

પિયુષ ગોયલ 2010 થી રાજ્યસભાના સભ્ય 

થાવરચંદ ગેહલોતની કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિમણૂક થયા બાદ ભાજપ રાજ્યસભામાં ગૃહના નેતાની નિમણૂક કરી હતી. પિયુષ ગોયલ સરકારમાં મહત્વના વિભાગો ધરાવે છે અને 2010 થી રાજ્ય સભાના સભ્ય છે. તેમને સારો એવો અનુભવ છે. છેલ્લા બે વર્ષોમાં, પિયુષ ગોયલે કોંગ્રેસ સાથે જોડાણ ન ધરાવતા વિરોધી પક્ષો બીજેડી, એઆઈએડીએમકે, વાયએસઆરસીપી જેવા સમર્થકો સાથે વાટાઘાટો કરવા રાજ્યસભામાં સક્રિય ભૂમિકા ભજવી છે. ભાજપ અને મમતા બેનરજીની ટીએમસી હરીફ હોવા છતાં પણ ગોયલે સંસદની અંદર અને બહાર બંને પક્ષના નેતાઓ સાથે સારા સંબંધ રાખ્યા છે.

સંસદના ચોમાસુ સત્ર પૂર્વે રવિવારે સર્વપક્ષીય બેઠક

કેન્દ્ર સરકારે સંસદના ચોમાસુ સત્ર પૂર્વે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ બેઠક માટે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રણ આપ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં ભાગ લે તેવી સંભાવના છે. ગૃહની કાર્યવાહીનું સુવ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા સત્રની શરૂઆત પહેલાં આવી સર્વપક્ષીય બેઠકો બોલાવવામાં આવે છે.

આ પણ વાંચો :  BSF : પંજાબ ફ્રંટિયર ફૉર્મેશનની કમાન IG સોનાલી મિશ્રાના હાથમાં, પદ્દ સંભાળનારી પ્રથમ મહિલા અધિકારી બનશે

આ પણ વાંચો :  Ahmedabad : કોટ વિસ્તારમાં વાનરનો આતંક, સ્થાનિકોએ વાનર પકડવા તંત્રને કરી માંગ