Modi Cabinet: મોદી સરકારનાં આ મંત્રીના માતા-પિતા કરે છે ખેતી કામ, પુત્ર કેન્દ્રીય મંત્રી હોવા છતાં નથી કોઈ અભિમાન

|

Jul 19, 2021 | 6:50 AM

ભારતીય જનતા પાર્ટી (BJP) તમિલનાડું એકમના અધ્યક્ષ એલ. મુરુગનને પણ રાજ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. 44 વર્ષીય એલ. મુરુગન લાંબા સંઘર્ષ બાદ દિલ્હી સુધી પહોચ્યાં છે ત્યારે તેમના માતા-પિતાની સાદગી ચર્ચામાં આવી છે.

Modi Cabinet: મોદી સરકારનાં આ મંત્રીના માતા-પિતા કરે છે ખેતી કામ,  પુત્ર કેન્દ્રીય મંત્રી હોવા છતાં નથી કોઈ અભિમાન

Follow us on

Modi Cabinet: સાદગીનું સર્વોત્તમ ઉદાહરણ મોદીના મંત્રીમંડળમાં  જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે , તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM)એ મંત્રીમંડળ(cabinet)નું વિસ્તરણ કર્યું અને તેમાં ઘણાં નવા ચેહરાને સ્થાન આપવામાં આવ્યું છે.

ભારતીય જનતા પાર્ટી (BJP) તમિલનાડું એકમના અધ્યક્ષ એલ. મુરુગન(L Murugan)ને પણ રાજ્ય પ્રધાન(State Minister) બનાવવામાં આવ્યા છે. 44 વર્ષીય એલ. મુરુગન લાંબા સંઘર્ષ બાદ દિલ્હી સુધી પહોચ્યાં છે ત્યારે તેમના માતા-પિતાની સાદગી ચર્ચામાં આવી છે.

એલ.મુરુગનના માતા-પિતા દિલ્હીથી 2500 કિલોમિટર દુર તમિલનાડુના નમક્કલ જિલ્લાના કોન્નુર ગામમાં ખેત – મજુરી કરે છે. એલ.મુરુગનના  59 વર્ષીય માતા એલ. વરૂદમ્મલ તડકામાં એક ખેતરમાંથી નીંદણ કાઢવાનું અને 68 વર્ષીય પિતા લોગનાથન જમીનને સમથળ કરવાનું કામ કરે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બંનેનો દેખાવ સામાન્ય છે. બંનેને જોઈને અંદાજ પણ ન આવી શકે કે, તેઓ કેન્દ્રીય મંત્રીના માતા-પિતા છે. મીડિયાને આ બંને સાથે વાત કરવા માટે ફાર્મના માલિકની પરવાનગી લેવી પડી હતી. એલ.મુરુગનની મંત્રી બનવાની જાણ તેમને પડોશીઓ દ્વારા થઈ હતી અને ત્યારે પણ તેઓ ખેતરમાં કામ કરી રહ્યાં હતાં.

કેન્દ્રીય પ્રધાન મુરુગનના પિતાએ જણાવ્યું કે તેમનો પુત્ર ભણવામાં ખૂબ હોશીયાર હતો. શરૂઆતમાં સરકારી શાળામાં અભ્યાસ કર્યો.  અને પછી મુરુગને ચેન્નાઈની આંબેડકર લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. દીકરાના ભણતર માટે પિતાએ મિત્રો પાસેથી પૈસા ઉધાર લીધા હતા.

મુરુગને ભાજપના તમિલનાડુ એકમના અધ્યક્ષ બન્યા પછી તેના માતાપિતાને ચેન્નાઇમાં તેની સાથે રહેવા બોલાવ્યા હતા, પરંતુ થોડા દિવસો પછી તેઓ પોતાના ગામ પાછા આવી ગયા હતા. મુરુગનની માતાએ કહ્યું કે, અમે કેટલીક વખત ત્રણ-ચાર દિવસ ચેન્નાઇ જઈએ છીએ, પરંતુ મુરુગનની વ્યસ્તતાના કારણે અમે અમારા ગામ કોન્નુરમાં રહીએ છીએ.

મુરુગનના માતાપિતાને તેમના પુત્રની સફળતા પર ગર્વ છે, પરંતુ તે બંને તેમના પુત્રથી અલગ અને રાજકીય ઝગમગાટથી દુર જીવન જીવે છે. અને પોતાનો પરસેવો પાડીને કમાયેલી રોટલી ખાવાનું પસંદ કરે છે.

મુરુગનના માતાપિતાએ કહ્યું કે,’અમારો પુત્ર એક ઉચ્ચ પદ પર પહોંચી ગયો છે. માતાપિતા તરીકે અમારા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. એલ મુરુગન એક દલિત છે અને તે અરુંણથતિયાર સમુદાયમાંથી આવે છે. એલ. મુરુગને આ પદ પર પહોચવા ખૂબ સંઘર્ષ વેઠ્યો છે.

તેમણે આ વર્ષે વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ ડીએમકેના ઉમેદવારથી હારી ગયા હતાં મુરુગને 7 જુલાઈએ બાકીના નવા સભ્યોની સાથે શપથ લીધા હતા.કેન્દ્રીય પ્રધાન મુરૂગન કેન્દ્રમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને માહિતી અને તકનીકી મંત્રાલય ધરાવે છે.બંને વિભાગમાં તેમને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Monsoon session : સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાને કહ્યું, સંસદમાં સકારાત્મક ચર્ચા માટે સરકાર તૈયાર

Next Article