Surat : મહાનગર પાલિકાનો ચૂંટણી જંગ, ભાજપ ઉમેદવાર મનિષા આહિરના પતિ કોંગ્રેસમાં જોડાયા

|

Feb 15, 2021 | 6:45 PM

Surat : રાજકારણમાં એક કહેવત છે કે કોઈ ક્યારેય કાયમી દુશ્મન અને મિત્ર હોતા નથી.

Surat : રાજકારણમાં એક કહેવત છે કે કોઈ ક્યારેય કાયમી દુશ્મન અને મિત્ર હોતા નથી. આવો જ ઘાટ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના બરાબર જામેલા માહોલમાં જોવા મળી રહ્યો છે. શેરી-મહોલ્લાને લઈને ચાલતી ચૂંટણીનું રાજકારણ ઉમેદવારોનાં ઘર સુધી પહોંચી ગયું હોય એવું સામે આવી રહ્યું છે. વોર્ડ નંબર 15નાં ભાજપનાં ઉમેદવાર મનીષા આહીરના પતિ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. એટલું જ નહિ, પરંતુ કોંગ્રેસ વતી પ્રચાર પણ કરી રહ્યા છે, જેથી મહાનગરપાલિકાની ચૂંટણી ચરમસીમા પર પહોંચી ગઈ હોય એવું સામે આવી રહ્યું છે. એક જ ઘરનાં પતિ-પત્ની હાલ અલગ અલગ પક્ષમાં છે.

 

Next Video