ગુજરાતમાં ચૂંટણી સંગ્રામની તૈયારી થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહના બે દિવસના પ્રવાસ અને RSSની અમદાવાદમાં ત્રણ દિવસીય બેઠક ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ (Congress) હજુ આંતરીક બાબતોમાંથી બહાર આવી શક્યું નથી. કોંગ્રેસના નેતા મનહર પટેલે એક ટ્વીટ કરીને ફરી નરેશ પટેલ (Naresh Patel) નો મુદ્દો છંછેડ્યો છે.
મનહર પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસના નેતૃત્વને સલાહ આપી દીધી છે કે નરેશન પટેલના વારંવાર આમંત્રણ આપવા અને નિવેદનો કરવાથી આગળ વધીને હવે નરેશભાઈના કોંગ્રેસના પ્રવેશની તારીખો જાહેર કરવી જોઈએ. મનહર પટેલના ટ્વીટ બાદ ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) પણ જશ લઈ લેવા મેદાને પડ્યા છે અને એક નિવેદન આપ્યું છે કે નરેશ પટેલને સૌપ્રથમ મેં આમંત્રણ આપ્યું હતું.
નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા અંગે કોંગ્રસ નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું હતું કે નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા માટે સૌથી પહેલા મેં આમંત્રણ આપ્યું હતું. વ્યક્તિગત અને પક્ષ તરફથી સૌથી પહેલા મેં આવકાર આપ્યો હતો. નરેશ પટેલ સાથે મારે ઔપચારિક મુલાકાત થઈ હતી ત્યારે તેમને કહ્યું હતું કે જાહેરજીવનમાં સારા લોકોના આવવાથી લોકશાહી મજબૂત થાય છે.
તેમણે કહ્યું કે નરેશ ભાઈ કોંગ્રેસમાં આવે તો કોંગ્રેસ મજબૂત બનશે. કોંગ્રેસના તમામ આગેવાનોની વાત આવકાર્ય છે. નરેશભાઈ પક્ષમાં પ્રવેશ માટે વિચાર કરતા હોય તેમ લાગે છે. તેમણે કહ્યું કે 2017માં હું ખોડલધામના આશીર્વાદ લેવાનું ચુકી ગયો હતો પણ આ વખતે મે અગાઉથી આશીર્વાદ લીધા છે. તેમણે નરેશ ભાઈને કોંગ્રેસમાં જોડાવવા ફરી અપીલ કરી હતી.
જ્યારે કોંગ્રેસ શિર નેતૃત્વે શ્રી નરેશભાઇ પટેલને કોંગ્રેસમાં આવકારવા માટે લાલ જાજમથી સત્કારવા તૈયાર છે, તો પછી પ્રદેશ આગેવાનોએ ખુલ્લો પત્ર લખવા કે મિડીયામાં આવકારવાના નિવેદનોથી આગળ વધી શ્રી નરેશભાઇ પટેલને કોંગ્રેસ પ્રવેશ માટેની ઔપચારીકતાની તારીખની જાહેરાત કરે.
જ્યારે કોંગ્રેસ શિર નેતૃત્વે શ્રી નરેશભાઇ પટેલને કોંગ્રેસમા આવકારવા માટે લાલ જાજમથી સત્કારવા તૈયાર છે,તો પછી પ્રદેશ આગેવાનોએ ખુલ્લો પત્ર લખવા કે મિડીયામા આવકારવાના નિવેદનોથી આગળ વધી શ્રી નરેશભાઇ પટેલને કોંગ્રેસ પ્રવેશ માટેની ઔપચારીકતાની તારીખની જાહેરાત કરે. @INCIndia @INCGujarat
— Manhar Patel (@inc_manharpatel) March 13, 2022
AAP નેતા ઇસુદાન ગઢવીએ નિવેદન આપ્યું હતું કે નરેશ પટેલ ખૂબ જ સમજદાર અને સામાજિક આગેવાન છે. નરેશભાઈને ખબર છે કે, ભાજપમાં ભ્રષ્ટાચાર કરે છે, પેપર ફોડે છે, લોકોને લૂંટે છે અને ખેડૂતોને પાયમાલ કરે છે. નરેશભાઈ જેવા અગેવાનને પણ આત્મસંતોષ થાય તેવી સ્વચ્છ રાજનીતિ આમ આદમી પાર્ટી કરે છે. નરેશ પટેલ જેવા અનેક સામાજિક આગેવાનો આપમાં આવવાના હોવાનો પણ ઈસુદાન ગઢવીએ દાવો કર્યો હતો.
આ પણ વાંચોઃ Bhavnagar: શહેરીજનો માટે રાહતના સમાચાર, શેત્રુંજી, મહિપરીએજ અને બોરતળાવમાં પાણીનો પૂરતો જથ્થો, ઉનાળામાં તંગી નહિ સર્જાય