Parambir Singh કેસમાં હવે તપાસ કરશે SIT, અન્ય 5 પોલીસ અધિકારીની પણ તપાસ કરશે આ ટીમ

|

Jul 28, 2021 | 11:56 PM

પરમબીર સિંહ અને અન્ય 5 પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કેસની તપાસ માટે બનાવવામાં આવેલી એસઆઈટી ટીમમાં સાત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સમાચાર સાંભળો
Parambir Singh કેસમાં હવે તપાસ કરશે SIT, અન્ય 5 પોલીસ અધિકારીની પણ તપાસ કરશે આ ટીમ
Parambir Singh- File Image

Follow us on

મુંબઈ પોલીસે પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ અને અન્ય 5 પોલીસ અધિકારીઓ સામે નોંધાયેલા કેસની તપાસ માટે એસઆઈટી(SIT)ની રચના કરી છે. ડીસીપી કક્ષાના અધિકારી આ તપાસ ટીમના હેડ રહેશે, જ્યારે એસીપી કક્ષાના અધિકારી આ સમગ્ર મામલાની તપાસ કરશે. એટલું જ નહીં, આ ઘટનામાં ફરિયાદ નોંધાવનારા શ્યામસુંદર અગ્રવાલ વિરુદ્ધ જુહુ પોલીસ સ્ટેશનમાં મકોકા (Maharashtra Control of Organized Crime Act) હેઠળ નોંધાયેલી FIRની તપાસ પણ આ ટીમ કરશે. અગ્રવાલનો સંબંધ છોટા શકીલ સાથે હોવાનો આરોપ છે.

 

આ દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાંચના ડીસીપી અકબર પઠાણને લોકલ આર્મ્સ વિભાગમાં મોકલવામાં આવ્યા છે.  એક બિલ્ડર પાસેથી પૈસા વસુલવાના કેસમાં પરબીરસિંહની સાથે અકબર પઠાણનું નામ પણ સામે આવ્યુ છે. ગયા અઠવાડિયે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર(FIR) નોંધાઈ હતી.

શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ
Vastu Tips : રસોડાની આ દિશામાં વાસણ રાખો, તમારી આર્થિક સ્થિતિ બનશે મજબૂત !
રાત્રે ઊંઘ નથી આવતી? અજમાવો 6 આયુર્વેદિક ઉપાય
સ્ટાઈલ મામલે બહેન જાહ્નવીને પણ ટકકર આપે છે ખુશી, જુઓ ફોટો

 

મુંબઈના એક પોલીસ સ્ટેશનમાં ભાયંદરના બિલ્ડર શ્યામસુંદર અગ્રવાલ દ્વારા FIR નોંધાવાઈ હતી.  આ પછી પરમબીર સિંહ અને મુંબઈ પોલીસ ટીમના પાંચ અધિકારીઓ વિરુદ્ધ 15 કરોડની ખંડણી માંગવા મામલે કેસ નોંધવામાં આવ્યો હતો.

 

રદ અગ્રવાલે પણ લગાવ્યો છે આરોપ

બીજી તરફ શરદ અગ્રવાલ નામના વ્યક્તિએ પરમબીર સિંહ પર પણ બે કરોડ રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો છે. શરદ અગ્રવાલ પાસે બે કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરીને જમીન બળજબરીથી તેમના નામે કરાવી લેવાનો આરોપ છે અને આ ઘટનામાં થાણે શહેરના કોપરી પોલીસ સ્ટેશનમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં પરમબીર સિંહ સાથે સંજય પુનમિયા, સુનીલ જૈન, મનોજ ઘોટકર અને ડીસીપી પરાગ મણેરે સહ આરોપી છે. આ મામલે વધુ તપાસ પોલીસ નિરીક્ષક ફુલપગારે કરી રહ્યા છે.

 

કોણ-કોણ છે આ SIT ટીમમાં?

પરમબીર સિંહ અને અન્ય 5 પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કેસની તપાસ માટે બનાવવામાં આવેલી એસઆઈટી ટીમમાં સાત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાત સભ્યોના નામ છે- નિમિત ગોયલ (પોલીસ ડેપ્યુટી કમિશનર), એમ.એમ. મુજાવર (આસીસટન્ટ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ), પ્રિનમ પરબ (પોલીસ નિરીક્ષક, આર્થિક ગુનાઓ વિભાગ), સચિન પુરાણિક (પોલીસ નિરીક્ષક, એન્ટિ-રિકવરી ટીમ) ), વિનય ઘોરપડે (પોલીસ નિરીક્ષક) મહેન્દ્ર પાટીલ (આસીસટન્ટ પોલીસ નિરીક્ષક, ક્રાઈમ બ્રાંચ), વિશાલ ગાયકવાડ (મદદનીશ પોલીસ નિરીક્ષક, પશ્ચિમ વિભાગ, સાયબર પોલીસ થાણે).

 

મુંબઈ-થાણે રિકવરી કેસમાં પરમબીરની નજીકના પોલીસ અધિકારીઓની બદલી

મુંબઈ-થાણેના આ રિકવરી કેસમાં પરમબીરની નજીકના પોલીસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. જેમાં બે ડીસીપી, બે એસપી અને એક મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરના નામ છે. આ બધા લોકો ઉપર પરમબીર સિંહ સાથે ખંડણીના કામમાં સામેલ હોવાનો આરોપ છે.

 

આ લોકોના નામ – ડેપ્યુટી પોલીસ કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) અકબર પઠાણ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી EOW) પરાગ માનારે, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી) સંજય પાટિલ, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી) શ્રીકાંત શિંદે, પોલીસ નિરીક્ષક આશા કોંરકે. તે તમામને લોકલ આર્મ્સ યુનિટમાં મોકલવામાં આવ્યા છે.

 

આ કેસમાં ACP સંજય પાટિલના ઘરે પાડ્યા સીબીઆઈ(CBI)એ દરોડા

આ કેસમાં એસીપી સંજય પાટીલના પુણેમાં રહેલા ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી મંગળવારે મોડી રાત સુધી ચાલી હતી. પુણેના કોથરૂદ વિસ્તારમાં આવેલા સંજય પાટીલના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. સંજય પાટીલ ઉપર અનિલ દેશમુખના કહેવાથી 100 કરોડની રિકવરી કેસમાં ભાગ લેવાનો આરોપ છે. સંજય પાટીલની આજે બદલી પણ કરવામાં આવી છે.

 

પરમબીર સિંહ અને અનિલ દેશમુખ કેસ

મહારાષ્ટ્રના પૂર્વમંત્રી અનિલ દેશમુખે સચિન વાજે અને સંજય પાટીલ સહિતના પોલીસ અધિકારીઓનો ઉપયોગ બાર અને રેસ્ટરન્ટ્સમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા વસુલવા માટે કર્યો હતો. મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને એક પત્ર લખ્યો હતો. જેમાં દેશમુખ કે તેમની કચેરીના કયા અધિકારીઓએ ગેરકાયદેસર વર્તન કે ગુના કર્યા છે તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો : Maharashtra Flood: ‘પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ન લો’, શરદ પવારની નેતાઓને અપીલ, જાણો દેવેન્દ્ર ફડણવીસે શું આપી પ્રતિક્રિયા?

 

Published On - 11:54 pm, Wed, 28 July 21

Next Article