તો શું સિંગાપુર કરશે દિલ્હીના CM કેજરીવાલ સામે કેસ? હાઈ કમિશનરે કહી આ મોટી વાત

|

May 19, 2021 | 8:02 PM

અરવિંદ કેજરીવાલના સિંગાપુર સ્ટ્રેઈનને લઈને અપાયેલા નિવેદન બાદ વિવાદ ખુબ ગરમાયો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં હવે સિંગાપુરના હાઇ કમિશને પણ જવાબ આપ્યો છે.

તો શું સિંગાપુર કરશે દિલ્હીના CM કેજરીવાલ સામે કેસ? હાઈ કમિશનરે કહી આ મોટી વાત
File Image

Follow us on

ભારતમાં સિંગાપુરના હાઈ કમિશનર સિમન વોંગે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ‘ખતરનાક સ્ટ્રેઈન’ ના નિવેદન પસર વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે તેમના દેશમાં ખોટી માહિતી ફેલાવા અને રોકવા માટે કાયદાઓ છે. જેને અમલમાં મૂકવાનો તેમને અધિકાર છે પરંતુ તે સમયે ભારત સરકારના ખુલાસાથી સંતુષ્ટ છે. વોંગે કહ્યું છે કે, ‘સિંગાપુરમાં અમારી પાસે પ્રોટેકશન ફ્રોમ ઓનલાઇન ફોલ્સહુડ એન્ડ મેનીપ્યુલેશન એક્ટ (POFMA) છે અને અમને સીએમ દ્વારા કરવામાં આવેલા દાવા પર પીઓફએમએ લાગુ કરવાની સત્તા આપવામાં આવી છે. જો કે અમે ભારત સરકારની સ્પષ્ટતાથી સંતુષ્ટ છીએ. ‘

બીજી તરફ, સિંગાપુરમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોએ કેજરીવાલ પર ‘ખોટી માહિતી ફેલાવવા’ના આક્ષેપ કર્યા છે અને તેમને માફી માંગવાનું કહ્યું છે. કેજરીવાલે દાવો કર્યો હતો કે કોવિડ -19 નું ‘ખૂબ જ જોખમી’ સ્વરૂપ સિંગાપુર (Arvind Kejriwal Singapore Variant) માં ફેલાયું છે. સોશિયલ મીડિયા પર સિંગાપુરના લોકોના નારાજ જવાબ ત્યારે જોવા મળ્યા જ્યારે કેજરીવાલે ટ્વિટર પર કહ્યું કે સિંગાપોરમાં જોવા મળતા નવા સ્ટ્રેઈનનો કોરોના વાયરસ ભારતમાં ત્રીજી તરંગનું રૂપ લઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શું કહ્યું કેજરીવાલે?

દિલ્હીના મુખ્ય પ્રધાને મંગળવારે ટ્વીટ કર્યું, ‘સિંગાપુરમાં કોરોના વાયરસના નવા સ્વરૂપને બાળકો માટે ખૂબ જ જોખમી ગણાવવામાં આવી રહ્યું છે. તે ત્રીજી લહેર તરીકે દિલ્હી પહોંચી શકે છે. કેન્દ્ર સરકારને મારી અપીલ છે કે સિંગાપુર સાથેની તમામ હવાઈ સેવાઓને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને અગ્રતા ધોરણે બાળકો માટે રસીના વિકલ્પ પર કામ કરવામાં આવે.” કેજરીવાલના ટ્વિટ પર સિંગાપુરના આરોગ્ય મંત્રાલયે મંગળવારે રાત્રે કહ્યું કે, ‘આ સમાચારમાં કોઈ સત્ય નથી.’

વિદેશ મંત્રીએ કર્યું ટ્વીટ

સિંગાપુરના વિદેશ પ્રધાન વિવિયન બાલકૃષ્ણને બુધવારે ટ્વિટ કર્યું હતું કે ‘નેતાઓએ તથ્યોનું પાલન કરવું જોઈએ. ત્યાં કોઈ ‘સિંગાપુર વેરિએન્ટ’ નથી.” કેજરીવાલના ટ્વિટ પછી શંકાઓને દૂર કરવા બદલ તેમણે વિદેશ પ્રધાન એસ. જયશંકરનો આભાર માન્યો. આ અગાઉ સિંગાપુર સરકારે બુધવારે દિલ્હીના મુખ્યમંત્રીની ટિપ્પણી અંગે ભારતના હાઈ કમિશનર સામે સખત વાંધો નોંધાવ્યો હતો.

ભારતે શું કહ્યું?

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બગચીએ કહ્યું હતું કે ભારતીય હાઈકમિશનરે સિંગાપુર સરકારને કહ્યું હતું કે કોવિડના પ્રકાર પર ટિપ્પણી કરવાનો અધિકાર દિલ્હીના મુખ્ય પ્રધાન પાસે નથી. વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું કે દિલ્હીના મુખ્ય પ્રધાનના નિવેદનને ભારતનું નિવેદન માનવું જોઈએ નહીં. દરમિયાન, સિંગાપુરે બુધવારથી બધી શાળાઓ બંધ કરી દીધી હતી અને ઘરેથી ઓનલાઈન વર્ગો લેવા માટે મંજૂરી આપી હતી. તાજેતરના સમયમાં શાળાઓમાં ચેપના વધતા જતા કેસો પછી અધિકારીઓએ 12 થી 15 વર્ષના બાળકો માટે રસી લેવાનો નિર્ણય કર્યો છે.

Next Article