Maharashtra: ‘સામના’માં ફરી ભાજપ પર હુમલો – કેટલાક લોકોને શિવસેના ભવન પર ફરકી રહેલા ભગવા ધ્વજથી સમસ્યા

|

Aug 02, 2021 | 4:33 PM

તમને જણાવી દઈએ કે, ભાજપના ધારાસભ્ય પ્રસાદ લાડે એવી ધમકી આપી હતી કે તેઓ શિવસેના ભવન પર હુમલો કરી તેને તોડી નાખશે. આ ધમકી બાદ શિવસેનાના નેતાઓ એ પલટવાર કર્યો હતો.

Maharashtra: સામનામાં ફરી ભાજપ પર હુમલો - કેટલાક લોકોને શિવસેના ભવન પર ફરકી રહેલા ભગવા ધ્વજથી સમસ્યા
ભાજપના ધારાસભ્ય પ્રસાદ લાડે ધમકી આપી હતી કે તેઓ શિવસેના ભવન પર હુમલો કરી તોડી નાખશે.

Follow us on

મુંબઈમાં શિવસેનાની બિલ્ડિંગ(Shivsena Building) તોડી પાડવાની ધમકી આપનારા ભાજપ(BJP) ના નેતા અને ધારાસભ્ય પ્રસાદના નિવેદન બાદ શિવસેનાના મુખપત્ર સામના(Saamana) ના તંત્રીલેખમાં  ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે.

ભાજપ પર પલટવાર કરતા, સોમવારના સામનાના તંત્રીલેખમાં વાંચવામાં આવ્યું કે શિવસેનાની બિલ્ડિંગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથે તેમનો ભગવો ધ્વજ લહેરાવવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

સામનામાં ભાજપ પર નિશાન તાકતા કહેવામાં આવ્યું છે કે શિવસેના ભવનમાં બાળાસાહેબ ઠાકરે તેમજ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા છે અને ભવનમાં તેમનો ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. આ વાત કેટલાક લોકોને પરેશાન કરે છે, તેથી શિવસેના ભવન પર હુમલો કરવાની અને તોડફોડ કરવાની વાતો ચાલી રહી છે.

આ પહેલાં તેમનાં ધમકીભર્યાં નિવેદનને પગલે મહારાષ્ટ્રમાં ધારાસભ્ય પ્રસાદ લાડે કહ્યું હતું કે, અમારી  કાર્યાલયનું ઉદ્ઘાટન માહિમમાં થઈ રહ્યું ત્યારે મને ઘણા પોલીસ કર્મચારીઓના ફોન આવ્યા હતા જેણે વિનંતી કરી હતી કે નિતેશ રાણે અને મારે ત્યાં ન જવું જોઈએ. અને અમે જઈ રહ્યા છીએ તો અમારે રેલી ન કરવી જોઈએ.

‘જ્યારે અમે દાદર-માહિમમાં આવીએ છીએ, ત્યારે સુરક્ષા એવી હોય છે કે જાણે અમે હુમલો કરવા જઈ રહ્યા છીએ’

ભાજપના ધારાસભ્ય પ્રસાદ લાડે કહ્યું કે મે મારા સંબોધનમાં મેં કહ્યું હતું કે જ્યારે અમે દાદર-માહિમ આવીએ છીએ ત્યારે અહીં આટલી વિશાળ પોલીસ સુરક્ષા તૈનાત કરવામાં આવે છે જાણે કે અમે શિવસેના ભવન પર હુમલો કરવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે મેં મારા આ નિવેદન માટે માફી પણ માંગી છે.

તમને જણાવી દઈએ કે, ભાજપના ધારાસભ્ય પ્રસાદ લાડે એવી ધમકી આપી હતી કે તેઓ શિવસેના ભવન પર હુમલો કરી તેને તોડી નાખશે. આ ધમકી બાદ શિવસેનાના નેતાઓ એ ખૂબ પલટવાર કર્યો હતો.

 

શિવસેના અને ભાજપનું ગઠબંધન તૂટ્યા બાદ મહારાષ્ટ્રનાં રાજકરણમાં ગરમી રહી છે.  સતત આક્ષેપો અને પલટવાર થતાં રહે છે ત્યારે ભાજપના ધારાસભ્ય લાડના આ નિવેદનને કારણએ મહારાષ્ટ્રનું રાજકારણ ફરીથી ગરમાયું છે.

આ પણ વાંચો : Maharashtra : લોકોએ 16 કરોડ ભેગા કરીને વેદિકાને ઈન્જેકશન પણ લગાવ્યું, છતા માસુમનું મોત થતા પુણેમાં શોક

Next Article