સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલી શકે છે વડાપ્રધાન મોદી, કોરોનાને લઈને પહેલી વાર મળશે વર્ચ્યુઅલ સત્ર,ચીન સાથેની તનાતની વચ્ચે PM MODIનાં ભાષણ પર સૌની નજર

|

Sep 19, 2020 | 2:40 PM

વડાપ્રધાન મોદી 26 સપ્ટેમ્બરનાં રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરી શકે છે. ઉચ્ચ સ્તરિય બેઠકમાં વિશ્વ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી વક્તાઓની સુચિમાં આ જાણકારી સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્રનાં 75 વર્ષનાં ઈતિહાસમાં પહેલી વાર થઈ રહ્યું છે કે આ વર્ષે વાર્ષિક મહાસભાનું સત્ર ઓનલાઈન માધ્યમથી આયોજીત થઈ રહ્યું છે અને દેશ તેમજ સરકારનાં પ્રમુખ […]

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલી શકે છે વડાપ્રધાન મોદી, કોરોનાને લઈને પહેલી વાર મળશે વર્ચ્યુઅલ સત્ર,ચીન સાથેની તનાતની વચ્ચે PM MODIનાં ભાષણ પર સૌની નજર
https://tv9gujarati.in/sanyukt-rastra-m…ahu-koi-ni-najar/

Follow us on

વડાપ્રધાન મોદી 26 સપ્ટેમ્બરનાં રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરી શકે છે. ઉચ્ચ સ્તરિય બેઠકમાં વિશ્વ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી વક્તાઓની સુચિમાં આ જાણકારી સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્રનાં 75 વર્ષનાં ઈતિહાસમાં પહેલી વાર થઈ રહ્યું છે કે આ વર્ષે વાર્ષિક મહાસભાનું સત્ર ઓનલાઈન માધ્યમથી આયોજીત થઈ રહ્યું છે અને દેશ તેમજ સરકારનાં પ્રમુખ કોરોના વાયરસ વૈશ્વિક મહામારીનાં કારણે શારીરિક રીતે આ સભામાં ભેગા નહી થઈ શકે. વૈશ્વિક નેતા સત્ર માટે પહેલા આગળથી રેકોર્ડ કરવામાં આવેલા વિડિયોને આપી દેશે.

યાદી પ્રમાણે મોદી 26 સપ્ટેમ્બરની સવારે આમ ચર્ચાને સંબોધન કરી શકે છે, જો કે ધ્યાન એ રાખવાનું છે કે આ યાદી તાત્કાલિક ધોરણની છે અને એમાં હજુ ફેરફારની શક્યતાઓ રહેલી છે. આગળનાં કેટલાક મહિનામાં આમ ચર્ચાને સંબોધિત કરી શકે છે જેનાં કાર્યક્રમનો સમય અને વક્તાઓની યાદી પણ બદલાઈ શકે છે, આ સામાન્ય ચર્ચા 22 સપ્ટેમ્બર થી 29 સપ્ટેમ્બર સુધી ચાલશે.

યાદી મુજબ બ્રાઝીલનાં રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો પહેલા વક્તા છે, પારંપરિક રૂપથી અમેરિકા સામાન્ય ચર્ચાનાં પહેલા દિવસે બીજું વક્તા હોય છે, એવી આશા છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પદ પર રહેતા પોતાનું છેલ્લું સંબોધન વ્યક્તિગત રૂપથી આપવા માટે ન્યૂયોર્ક જઈ શકે છે

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

તાત્કાલિક સૂચિ મુજબ તુર્કીનાં રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆન, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઈરાનનાં રાષ્ટ્રપતિ હસન રૂહાની અને ફ્રાંસનાં રાષ્ટ્રપતિ એમૈનુઅલ મૈક્રો પ્રથમ દિવસની ડિજીટલ ચર્ચાને સંબોધિત કરશે. અમેરિકા સંયુકત રાષ્ટ્રનો યજમાન દેશ છે અને ટ્રમ્પ એક માત્ર વૈશ્વિક નેતા હશે કે જે ડીજીટલ ઉચ્ચસ્તરીય સભાને પ્રત્યક્ષ રૂપથી હાજર રહીને સંબોધન કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:55 am, Wed, 2 September 20

Next Article