સાબરકાંઠા: સી.આર.પાટીલના વધામણાં કરવામાં સર્જાયો ડખો, મંડપ એસોશિએશને કાર્યક્રમની સજાવટથી દુર રહેવાનો નિર્ણય કરતા જ દોડાદોડ સર્જાઈ

|

Sep 19, 2020 | 2:04 PM

આગામી 5મી સપ્ટેમ્બરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠામાં એક તરફ તેમને આવકારવા માટેનો ઉમળકો ભાજપ તરફથી દાખવવામાં આવી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિક જિલ્લાના મંડપ એસોસિએશને તેમના કાર્યક્રમથી દુર રહેવાનો નિર્ણય કર્યો છે. અનલોકમાં અપાયેલી છુટછાટમાં મંડપ અને તેને લગતી ઈલેકટ્રીકલ સજાવટ સહિતના ધંધાર્થીઓ […]

સાબરકાંઠા: સી.આર.પાટીલના વધામણાં કરવામાં સર્જાયો ડખો, મંડપ એસોશિએશને કાર્યક્રમની સજાવટથી દુર રહેવાનો નિર્ણય કરતા જ દોડાદોડ સર્જાઈ

Follow us on

આગામી 5મી સપ્ટેમ્બરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠામાં એક તરફ તેમને આવકારવા માટેનો ઉમળકો ભાજપ તરફથી દાખવવામાં આવી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિક જિલ્લાના મંડપ એસોસિએશને તેમના કાર્યક્રમથી દુર રહેવાનો નિર્ણય કર્યો છે. અનલોકમાં અપાયેલી છુટછાટમાં મંડપ અને તેને લગતી ઈલેકટ્રીકલ સજાવટ સહિતના ધંધાર્થીઓ બેરોજગાર રહેવા છતાં પણ કોઈ જ છુટ નહીં અપાતા રોષે ભરાયેલા મંડપ એસોસિએશને કાર્યક્રમથી દુર રહેવાનો નિર્ણય જાહેર કરી દીધો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એક તરફ ભાજપ અને ભાજપ તરફ વિચારધારા ધરાવતા લોકો પ્રદેશ ભાજપના નવ નિયુક્ત અધ્યક્ષ સીઆર પાટીલને આવકારવા માટે જાણે કે ઉત્સુક છે. આ માટે છેલ્લા એકાદ સપ્તાહથી તમામ પ્રકારે કમરકસતી તૈયારીઓ ભાજપના યુવાથી માંડી પીઢ કાર્યકરોએ તૈયારીઓ કરી લીધી છે. પરંતુ આ દરમ્યાન જ તેમને હવે સૌથી મહત્વની સજાવટની બાબત ફીક્કી પાડતી સમસ્યા ભાજપને માટે સામે આવી છે. જિલ્લાના મંડપ એસોસિએશન દ્વારા આકરા પાણીએ આવીને રાજકીય પક્ષોના કાર્યક્રમોને બહિષ્કાર જાહેર કરી દીધો છે અને એ માટે પોતાની બંધ પડેલી રોજીરોટીનું કારણ ધર્યુ છે. કોરોના મહામારીને લઈને છેલ્લા છ માસથી મંડપ અને તેના લગતા ધંધાર્થીઓ અને કારીગરો બેરોજગાર જેવી સ્થિતીમાં છે અને પરીણામે પોતાના ઘર ચલાવવા મુશ્કેલ થઈ રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જો કે આ મામલે સ્થાનિક ભાજપના નેતાઓ વાતને ઘરમાં જ પુર્ણ કરીને પ્રસંગ સાચવી લેવા માટેના તમામ પ્રયાસો કરવામાં વ્યસ્ત બન્યા હતા. પરંતુ મંડપ એસોસિએશન દ્વારા રજુઆતની શરુઆતથી જ અધ્યક્ષના કાર્યક્રમને લઈને રંગમાં ભંગ સર્જાઈ શકે તે સંકેતો દર્શાવાયા હતા છતાં પણ ક્યાંય તે વાત સમજવામાં જ કચાસ રહી ગઈ હોવામાં ડખો સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યુ છે તો વળી વાતને સાચવી લેવા માટેના પાસા પણ આંતરીક સમસ્યાઓને લઈને સીધા નહીં પડ્યા હોવાની ચર્ચા ભાજપમાં જ મંડરાઈ છે.

સાબરકાંઠા મંડપ એશોસિએશનના પ્રમુખ અશોક સથવારાએ કહ્યું હતુ કે, અમે વિરોધ નહીં પણ અમારી માંગની રજુઆત કરી રહ્યા છીએ. રાજકીય મેળાવડાઓ કરી દેવાય છે અને તે માટે કોરોનાના ધારાધોરણમાં રાજકીય તમામ પક્ષો મનમાની કરી લેતા હોય છે. પરંતુ રોજગારીની અમારી વાત માટે રજુઆતો છતાં પણ કોઈ જ ઉકેલ અપાતો નથી અને જેને લઈને મુશ્કેલી પડી રહી છે. અમે 1000 લોકોની ક્ષમતા ધરાવતા પાર્ટી પ્લોટ કે તેવા સ્થળોમાં 500 માણસોની મર્યાદામાં કાર્યક્રમ આયોજીત કરી શકાય અને એ માટે જરુરી પુરાવા અને ફોટોગ્રાફ મંજુરી પહેલા અને કાર્યક્રમ યોજ્યા બાદ સક્ષમ અધિકારીને દર્શાવવા માટે તૈયાર છીએ તેમ છતાં પણ કોઈ જ રીતે અમારી આર્થિક સ્થિતી સામે જોવામાં આવતુ નથી. આથી અમે કાર્યક્રમથી દુર રહેવા માટે નિર્ણય કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શું છે નિર્ણયની આડ અસર?

મંડપ એશોસિએશનના નિર્ણયને પગલે છેલ્લી ઘડીએ જ ભાજપને સીઆર પાટીલ માટેની તૈયારીઓ કરવા માટે મુશ્કેલી ઉભી થઈ ગઈ હતી. હંગામી પ્રવેશદ્વાર અને વિવિધ જગ્યાએ સ્વાગત કાર્યક્રમ માટેના સ્થળો ઉભા કરવા માટે મંડપ ડેકોરેશન અને લાઈટીંગ કરવી આવશ્યક હતી. આ તમામ સગવડો ઉભી કરવામાં અગવડતા ઉભી થઈ. જો કે આખરે સ્થાનિક એક ઉચ્ચ પદાધિકારી નેતાના સગાને મંડપ ડેકોરેશનનો ધંધો હોવાને લઈને તેઓની મદદ મેળવાઈ હતી અને જિલ્લા બહારથી પણ મદદ મેળવાઈ હતી. જો કે હજુ ફુલહાર, ડીજે અને બેન્ડવાજા પણ દુર રહી શકવાને લઈને તે દીશામાં પણ હજુ નિર્ણય લેવાઈ રહ્યા છે અને તેના વિકલ્પ પણ તૈયાર કરાઈ રહ્યા છે.

 

Published On - 5:47 pm, Thu, 3 September 20

Next Article