પશ્ચિમ બંગાળ ઈલેકશન પૂર્વે રામાયણના રામ અરુણ ગોવિલ ભાજપમાં જોડાયા

|

Mar 18, 2021 | 5:39 PM

રામાનંદ સાગરની સિરીયલ  રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવીને દેશના દરેક ઘરોમાં સ્થાન પામેલા અભિનેતા Arun Govil ભાજપમાં જોડાયા છે. 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા અરૂણ ગોવિલ ભાજપમાં જોડાતા ખૂબ મહત્વનું માનવામાં આવે છે.

પશ્ચિમ બંગાળ ઈલેકશન પૂર્વે રામાયણના રામ અરુણ ગોવિલ ભાજપમાં જોડાયા
Arun Govil join bjp

Follow us on

રામાનંદ સાગરની સિરીયલ  રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવીને દેશના દરેક ઘરોમાં સ્થાન પામેલા અભિનેતા Arun Govil ભાજપમાં જોડાયા છે. 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા અરૂણ ગોવિલ ભાજપમાં જોડાતા ખૂબ મહત્વનું માનવામાં આવે છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે અરૂણ ગોવિલ ભાજપનું સભ્યપદ લીધા પછી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન લાગુ થયા બાદ કેન્દ્ર સરકારે દૂરદર્શન પર રામાયણ સિરીયલનું ટેલિકાસ્ટ શરૂ કર્યું હતું. લોકડાઉનમાં લોકોને પણ ખૂબ ગમ્યું. ગોવિલે અત્યાર સુધી કોઈપણ રાજકીય પક્ષમાં જોડાવાનું ટાળ્યું હતું, પરંતુ આજે તેઓ ભાજપમાં જોડાયા છે.

 

Arun Govilની હવે રાજકીય ઈનિંગ્સ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

લોકપ્રિય ટેલિવિઝન સિરીયલ રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનારા અરુણ ગોવિલની હવે રાજકીય ઈનિંગ્સ શરૂ કરી દીધી છે. તેઓ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. અરુણ ગોવિલ બંગાળની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અરુણ ગોવિલ બંગાળમાં લગભગ 100 બેઠકો કરશે.

 

ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે 

આ ઉપરાંત West Bengal માં મમતા બેનર્જીની ટીએમસીને હરાવવાનો પ્રયાસ કરી રહેલા ભાજપે West Bengal વિધાનસભાની ચૂંટણી માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. જેમાં 40 નેતાઓનાં નામ સામેલ છે. આ યાદીમાં મિથુન ચક્રવર્તી, યશ દાસગુપ્તા, સરબંતી ચેટર્જી, પાયલ સરકાર અને હિરણ ચેટર્જી સહિત અનેક લોકપ્રિય હસ્તીઓનાં નામ સામેલ છે. બંગાળની ચૂંટણી માટે જાહેર કરાયેલા ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રથમ નામ છે, ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ છે. આ યાદીમાં ચોથું નામ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું છે.

 

દેવાશ્રી ચૌધરી અને બાબુલ સુપ્રિયો પણ લિસ્ટમાં સામેલ 

ભાજપ દ્વારા West Bengal માટે ચૂંટણી પંચને 40 સ્ટાર પ્રચારકોની સૂચિ આપવામાં આવી છે. જેમાં કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા, જોલ ઓરમ અને બાબુલાલ મરાંડી જેવા આદિજાતિ સમુદાયના નેતાઓનાં નામ સામેલ છે. આ ઉપરાંત નીતિન ગડકરી, ધર્મેન્દ્ર પ્રધાન અને સ્મૃતિ ઈરાની જેવા કેન્દ્રીય પ્રધાનોને સ્ટાર પ્રચારકોની સૂચિમાં શામેલ કરવામાં આવ્યા છે. આ સૂચિમાં પશ્ચિમ બંગાળના નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દેવાશ્રી ચૌધરી, બાબુલ સુપ્રિયો અને પશ્ચિમ બંગાળના અન્ય સાંસદોના નામ પણ આ યાદીમાં છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પણ પશ્ચિમ બંગાળના સ્ટાર પ્રચારકોની સૂચિમાં શામેલ છે.

 

પશ્ચિમ બંગાળની રાજકીય સ્થિતિ
બંગાળમાં હાલમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે અને મમતા બેનર્જી મુખ્યમંત્રી છે. ગત ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને 294માંથી 211 બેઠકો જીતી હતી. કોંગ્રેસ 44 અને લેફ્ટને 26 બેઠક મળી હતી અને ભાજપે માત્ર ત્રણ બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે અપક્ષોએ દસ બેઠકો જીતી હતી. વિધાનસભામાં બહુમતી માટે તેને 148 બેઠકોની જરૂર છે.

 

આ પણ વાંચો: Jyotiraditya Scindiaના સોના ચાંદીની દીવાલવાળા મહેલમાં ચોરી, રાણીમહેલમાં ઘુસ્યા ચોર

Next Article