Rahul Gandhi એ તાકયું PM પર નિશાન, કૌશલ વિકાસ યોજનાને લઈને કર્યા આકરા પ્રહાર

|

Aug 04, 2021 | 1:43 PM

પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અન્ય કેટલાક વિપક્ષી નેતાઓ મંગળવારે સાયકલ પર સંસદ પહોંચ્યા હતા.

Rahul Gandhi એ તાકયું PM પર નિશાન, કૌશલ વિકાસ યોજનાને લઈને કર્યા આકરા પ્રહાર
Rahul Gandhi - File Photo

Follow us on

Rahul Gandhi: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર નિશાન સાધ્યું છે. આ સમયે તેમણે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (Pradhan Mantri Kaushal Vikas Yojna) પર પ્રહાર કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે પી.એમ. મોદીએ વિકાસના નામે છેતરપિંડી કરી છે.

તેમણે ટ્વિટ કર્યું, “પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના એટલે કે જુમલા દેવામાં PM ના કૌશલ, વિકાસના નામે છેતરપિંડી. સરકારની રોજગાર મિટાઓ પરિયોજના.”

આ પહેલા મંગળવારે વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસ સાથે એકતા દર્શાવી હતી. 2024 ની લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે તેને ‘ટ્રેલર’ ગણાવ્યું હતું. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આમંત્રણ પર પાર્ટીના 100 સાંસદો અને 15 વિપક્ષી દળોના નેતાઓ દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં નાસ્તા માટે મળ્યા હતા. વિપક્ષી નેતાઓએ પેગાસસ જાસૂસી કેસ પર સરકારને કોર્નર અને દબાણ કરવા માટે એક સામાન્ય વ્યૂહરચના પર ચર્ચા કરી.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અન્ય કેટલાક વિપક્ષી નેતાઓ મંગળવારે સાયકલ પર સંસદ પહોંચ્યા હતા. આ સિવાય ઘણા વધુ નેતાઓ કોન્સ્ટિટ્યુશન ક્લબમાંથી પગપાળા સંસદ પહોંચ્યા.

બેઠકમાં રાહુલ ગાંધી ઉપરાંત રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) નેતા કલ્યાણ બેનર્જી, સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામ ગોપાલ યાદવ, શિવસેના સાંસદ સંજય રાઉત, આરજેડીના મનોજ ઝા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રફુલ પટેલ સહિત 15 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી.

વિપક્ષી નેતાઓને તેમણે કહ્યું કે, “તમને આમંત્રણ આપવાનો એકમાત્ર હેતુ એ છે કે આપણે આપની તાકાતને એક કરીએ. જ્યારે તમામ અવાજો એકજૂટ અને મજબૂત બનશે, ત્યારે BJP અને RRS માટે આ અવાજને દબાવવો ખૂબ જ મુશ્કેલ બની જશે. આપણે આ એકતાના આધારને યાદ રાખવું જોઈએ અને તે મહત્વનું છે કે હવે આપણે આ એકતાના આધારના સિદ્ધાંત સાથે આવવાનું શરૂ કરી રહ્યા છીએ.”

 

આ પણ વાંચો: Delhi: સગીર બાળકીની હત્યા અને બળાત્કાર પ્રકરણમાં રાહુલ ગાંધીએ કરી પીડિત પરિવાર સાથે મુલાકાત, કહ્યું ‘ન્યાયનાં રસ્તા પર છેલ્લે સુધી તમારી સાથે’

આ પણ વાંચો: AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ સ્ટાફની હડતાલની ચીમકી, જાણો શું છે કારણ

Next Article