Puducherry Election: BJP પર પ્રચાર માટે આધારના ઉપયોગનો આરોપ, મદ્રાસ HCએ ECને યાદ કરાવી જવાબદારી

|

Apr 02, 2021 | 1:23 PM

Puducherry Election: ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ મદ્રાસ હાઈકોર્ટમાં એક અરજી કરી છે જેમાં આક્ષેપ કર્યો છે કે ભાજપના સ્થાનિક એકમે ચૂંટણી પહેલા મતદારો સુધી પહોંચવા આધારના ડેટાનો ઉપયોગ કર્યો છે.

Puducherry Election: BJP પર પ્રચાર માટે આધારના ઉપયોગનો આરોપ, મદ્રાસ HCએ ECને યાદ કરાવી જવાબદારી
મદ્રાસ હાઈકોર્ટ

Follow us on

પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ ગંભીર આક્ષેપોમાં અટવાયેલી જોવા મળી રહી છે. ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડીવાયએફઆઈ) એ મદ્રાસ હાઈકોર્ટમાં એક અરજી કરી છે જેમાં આક્ષેપ કર્યો છે કે પક્ષના સ્થાનિક એકમે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણી પહેલા મતદારો સુધી પોતાનો સંદેશ પહોંચાડવા માટે તેના આધારના ડેટા સુધી પહોંચ્યા છે. જેને ગંભીરતાથી લઇને હાઇકોર્ટે જવાબ માંગ્યો છે.

હાઈકોર્ટે ચૂંટણી પંચને પણ યાદ કરાવ્યું કે મતદારોની ગોપનીયતાનું રક્ષણ કરવા માટે તે બંધારણીય સંસ્થા છે. કોર્ટને એમ પણ કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી પંચ આ કેસની તપાસ કરી રહ્યું છે કે શું ભાજપે પુડ્ડુચેરીમાં આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે યુઆઈડીએઆઇએ ચિંતા અને આક્ષેપોનો જવાબ આપવો જોઈએ કે રાજકીય અભિયાનોને પ્રોત્સાહન આપવા માટે પુડ્ડુચેરીમાં ભાજપ દ્વારા માત્ર આધાર-જોડાયેલા મોબાઇલ નંબર પર જ જથ્થાબંધ એસએમએસ મોકલવામાં આવ્યા હતા.

ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડીવાયએફઆઈ) એ પોતાની અરજીમાં જણાવ્યું છે કે પુડ્ડુચેરીમાં ભાજપે બૂથ લેવલ પર વોટ્સએપ ગ્રૂપમાં ‘આમંત્રિત લિંક્સ’ મોકલવા માટે મતદારોના આધાર ડેટાનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કર્યો છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે તે “ગંભીર બાબત” છે કે નાગરિકોની ગોપનીયતાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મદ્રાસ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનર્જી અને ન્યાયાધીશ રામામૂર્તિની ખંડપીઠે કહ્યું, “તે એક વિશ્વસનીય અને આઘાતજનક આરોપ છે કે એસએમએસફક્ત આધારકાર્ડ સાથે જોડાયેલા મોબાઇલ ફોન્સ પર જ મળ્યા છે.” યુઆઈડીએઆઈને જવાબ આપવા માટે આ એક પૂરતો આધાર છે. ”

કોર્ટે કહ્યું કે, પાર્ટીએ આ દ્વારા અયોગ્ય લાભ ઉઠાવ્યો છે. આ સિવાય નાગરિકોની ગોપનીયતામાં ખલેલ પહોંચાડવી તે પણ ગંભીર મુદ્દો છે. તાજેતરના રાજકીય વાતાવરણમાં, આ મહત્વપૂર્ણ પાસાને અવગણી શકાય નહીં. ”

મદ્રાસ હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે તે પુડ્ડુચેરી ભાજપની દલીલને સ્વીકારી શકતા નહીં કે ડોર ટૂ ડોર પ્રચાર દરમિયાન પાર્ટીના કાર્યકરોએ ડેટા એકઠો કર્યો છે. ભાજપના પુડ્ડુચેરી એકમના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પાર્ટીએ સેલફોન ડેટા ચોરી લીધો નથી.

 

આ પણ વાંચો: બિહારના ખેડૂતે વાવી સૌથી મોંઘી શાકભાજી, એક લાખ પ્રતિ કિલો છે ભાવ: જાણો આ અનોખી ખેતી વિશે

આ પણ વાંચો: કોરોનાનો ડર, તેજસ રદ: 30 એપ્રિલ સુધી નહીં ચાલે મુંબઇ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ

Next Article