રાજ્યમાં 2021નો અંતિમ દિવસ ભાજપ, AAP અને કોંગ્રેસ માટે બની ગયો યાદગાર, જાણો શું બની ઘટનાઓ

|

Jan 02, 2022 | 1:43 PM

2021 નો છેલ્લો દિવસ ગુજરાતમાં ભાજપ, AAP અને કોંગ્રેસ માટે યાદગાર બની ગયો. ચાલો જાણીએ કઈ કઈ મહત્વની ઘટનાઓ બની.

રાજ્યમાં 2021નો અંતિમ દિવસ ભાજપ, AAP અને કોંગ્રેસ માટે બની ગયો યાદગાર, જાણો શું બની ઘટનાઓ
AAP, Congress, BJP (File Image)

Follow us on

ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) 2021નો અંતિમ દિવસ 31 ડિસેમ્બર યાદગાર બની ગયો. ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) સાથે યાદગાર ઘટનાઓ બની. જેના રાજકીય વિવાદો વચ્ચે રાજકોટમાં હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો. અને એક મંચ પર પૂર્વ CM વિજય રૂપાણી પણ જોવા મળ્યા. તો ગુજરાત યુથ કોંગ્રેસને નવા અધ્યક્ષ મળ્યા, બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ સહીત 55 કાર્યકરોને 12 દિવસ પછી જેલમાંથી મુક્તિ મળી.

રોડ શોમાં ગેરહાજર રૂપાણી આવ્યા સ્ટેજ ઉપર

31 ડિસેમ્બરે રાજકોટમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ-શો યોજાયો, મુખ્યપ્રધાન પદે કાર્યભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત સત્તાવાર રાજકોટની મુલાકાતે હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના રોડ શો દરમિયાન પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ગેરહાજરી જોવા મળી હતી. પરંતુ, વિજય રૂપાણી સ્ટેજ પ્રોગ્રામમાં પોતાની હાજરી આપી હતી.

તો રોડ શોમાં ગેરહાજરીના કારણે રિસામણાની વાતો ચાલી. પરંતુ બાદમાં રૂપાણી મંચ પર આવ્યા હતા. પરંતુ બાદમાં તેમણે ખુદ સ્પષ્ટતા કરી હતી કે ગાંધીનગરમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ રોડ શોમાં આવી શક્યા નથી. મુખ્યમંત્રીએ અહીં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને લોકાર્પણ પણ કર્યું હતું.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

AAP ને મળી જેલમાંથી મુક્તિ

GSSSBની હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પર વિરોધ પ્રદર્શન અને હોબાળો કરનારા AAP નેતાઓનો કારાવાસ આખરે પૂર્ણ થયો. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિત તમામ 55 નેતાઓ 31 ડિસેમ્બરે જેલમુક્ત થયા. સાબરમતી જેલમાંથી મુક્ત થયા બાદ કાર્યકરોએ AAP નેતાઓનું મોટી સંખ્યામાં હાજર રહી સ્વાગત કર્યું. કોઇએ ફૂલહાર દ્વારા પોતાના નેતાઓને વધાવ્યા. તો કોઇએ મ્હો મીઠું કરીને નેતાઓનું સ્વાગત કર્યું. આ સમયે ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ સાંભળવા મળ્યા હતા.

કોંગ્રેસ યુવા સંગઠનને મળ્યા નવા અધ્યક્ષ

ગુજરાત કોંગ્રેસના યુવા સંગઠનને શુક્રવારે વિશ્વજીતસિંહ વાઘેલાના રૂપમાં નવા પ્રમુખ મળ્યા હતા. તેમના પ્રમુખ તરીકે ચૂંટાયાની સત્તાવાર જાહેરાત ગુરુવારે જ કરવામાં આવી હતી. પરંતુ શુક્રવારે સવારે તેમના સ્વાગત માટે યુવા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

 

આ પણ વાંચો: SURAT: લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી બળાત્કાર કરનાર આરોપીને 10 વર્ષની સજા

આ પણ વાંચો: CHHOTA UDEPUR : વડોદરા- અલીરાજપુર હાઈવે પર બસના અકસ્માતમાં 3 મુસાફરોના ઘટનાસ્થળે મોત, 28 ઘાયલ

Next Article