તમને જોઇએ છે ‘MODI GIFT’ ? તો પહોંચી જાઓ આ જગ્યાએ અને મેળવી લો તમારી મનપસંદ ‘MODI GIFT’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પણ કાર્યક્રમમાં જાય ત્યાં તેમને કોઈને કોઈ પ્રકારની ભેટ આપવામાં આવતી હોય છે. આ રીતે મોદીને મળેલી ભેટની કુલ સંખ્યા 1900 થઈ જવા પામી છે. સરકાર હવે આ 1900 ભેટની હરાજી કરવા જઈ રહી છે.   TV9 Gujarati   નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બન્યા બાદ મળેલી તમામ ભેટોને હરાજી કરીને તેમાંથી આવનારી […]

તમને જોઇએ છે ‘MODI GIFT’ ? તો પહોંચી જાઓ આ જગ્યાએ અને મેળવી લો તમારી મનપસંદ ‘MODI GIFT’
| Edited By: | Updated on: Jan 23, 2019 | 6:49 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પણ કાર્યક્રમમાં જાય ત્યાં તેમને કોઈને કોઈ પ્રકારની ભેટ આપવામાં આવતી હોય છે. આ રીતે મોદીને મળેલી ભેટની કુલ સંખ્યા 1900 થઈ જવા પામી છે. સરકાર હવે આ 1900 ભેટની હરાજી કરવા જઈ રહી છે.

 

TV9 Gujarati

 


નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બન્યા બાદ મળેલી તમામ ભેટોને હરાજી કરીને તેમાંથી આવનારી આવકને ગંગા નદીના સફાઈ અભિયાનમાં વાપરવામાં આવશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.

હરાજી થનારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટોમાં વિવિધ દેશોની વસ્તુઓ જેવી કે ચિત્રો, મૂર્તિઓ, શાલ, પાઘડી, જેકેટ અને પારંપારિક સંગીતના સાધનોનો પણ સમાવેશ થાય છે. આ હરાજી દિલ્હી ખાતે 27 અને 28 જાન્યુઆરીના રોજ નેશનલ ગૅલેરી ઑફ મૉડર્ન આર્ટમાં યોજાશે. આ તમામ 1900 ભેટને હાલ પુરતી લોકો જોઈ શકે તે માટે નેશનલ ગૅલેરી ઑફ મૉર્ડન આર્ટ ખાતે રાખવામાં આવી છે.

[yop_poll id=747]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:34 pm, Tue, 22 January 19