PM Modi પશ્ચિમ બંગાળમાં કરશે ઈતિહાસની સૌથી મોટી રેલી, આ છે ભાજપનો માસ્ટર પ્લાન

|

Feb 03, 2021 | 8:52 PM

પશ્ચિમ બંગાળમાં PM Modiની મેગા રેલીના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. માર્ચ માસના પ્રથમ સપ્તાહમાં બંગાળમાં ભાજપ આ રેલીનું આયોજન કરી રહ્યું છે.

PM Modi પશ્ચિમ બંગાળમાં કરશે ઈતિહાસની સૌથી મોટી રેલી, આ છે ભાજપનો માસ્ટર પ્લાન
PM Modi (File Photo)

Follow us on

પશ્ચિમ બંગાળમાં PM Modiની મેગા રેલીના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. માર્ચ માસના પ્રથમ સપ્તાહમાં બંગાળમાં ભાજપ આ રેલીનું આયોજન કરી રહ્યું છે. પીએમ મોદીની આ રેલી કોલકત્તાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં યોજાશે. આ રેલીમાં 15 લાખથી વધુ  લોકોને એકત્ર કરવાનું આયોજન છે.  આ રેલી 5 અથવા 7 માર્ચ રોજ કરવાનું આયોજન છે. જો કે હજુ સુધી આ રેલી માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. જો કે આ અંગે અંતિમ નિર્ણય વડાપ્રધાન કાર્યાલય દ્વારા લેવામાં આવશે. ભાજપની રણનીતિ છે કે બંગાળના રાજકીય ઈતિહાસમાં સૌથી મોટી રેલી હોવી જોઈએ.

 

આ પૂર્વે PM Modi 7 ફેબ્રુઆરીના રોજ એક દિવસીય પ્રવાસ માટે પશ્ચિમ બંગાળ જશે. જેમાં હલ્દીયામાં તે પેટ્રોલિયમ મંત્રાલયમાં એક કાર્યક્રમમાં હિસ્સો લેશે. તેમજ હલ્દીયામાં અનેક પરિયોજનાનું તે ઉદઘાટન કરશે. ઉદ્ઘાટન સમારંભમાં બંગાળમાં રાજ્યપાલ જગદીપ ધનખડ અને બંગાળના સીએમ મમતા બેનર્જીને પણ આમંત્રિત કર્યા છે. 23 જાન્યુઆરીએ નેતાજી જયંતીના અવસર પર વિક્ટોરિયા મેમોરિયલ કાર્યક્રમમાં પીએમ મોદી સાથે સીએમ મમતા બેનર્જી હાજર રહ્યાં હતા. પરંતુ જય શ્રી રામના નારા લાગ્યા બાદ તે નારાજ થયા અને સંબોધન આપવાથી ઈનકાર કર્યો હતો. જેને લઈને વિવાદ ઉભો થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પૂર્વે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદી 7 ફેબ્રુઆરીના રોજ હલ્દીયા આવશે. પીએમ મોદીએ થોડા દિવસ પૂર્વે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત અંદાજે 8,85,000 લોકોને એલપીજી કનેકશન આપ્યા હતા. ભારત પેટ્રોલીયમ કોર્પોરેશને હલદિયામાં એલપીજી કોર્પોરેશન બનાવ્યું છે. જેને પીએમ મોદી દેશને સમર્પિત કરશે.

 

પીએમ મોદી હલ્દીયા રિફાઈનરીમાં લુબ્રિકેટ્સ બેસ્ડ ઓઈલ કારખાનાનું પણ ઉદ્ઘાટન કરશે. 1,100 કરોડ રૂપિયાની ખર્ચે હલ્દીયામાં એક એલપીજી ટર્મિનલ સ્થાપિત કરવામાં આવ્યું છે. પીએમ મોદી તેનું ઉદ્ઘાટન કરશે. રોડ પરિવહન મંત્રાલય અંતર્ગત અને રોડ પરિયોજના પણ શરૂ કરવામાં આવશે.

 

આ પણ વાંચો: OMG: 78 વર્ષના દાદીએ સૌ કોઈને આશ્ચર્યમાં મૂક્યા, જુઓ 19 વર્લ્ડ રેકોર્ડ વાળા દાદીને

Next Article