PM Modi: સંસદ ભવનના સભાગૃહમાં 3 દિવસ સતત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે અધ્યક્ષતા

|

Aug 07, 2021 | 7:15 AM

જે કામ ચોમાસું સત્રમાં હોબાળાના કારણે નહીં થઈ શક્યું, તે કામનું લિસ્ટ તમામ મંત્રીઓને તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું

PM Modi: સંસદ ભવનના સભાગૃહમાં 3 દિવસ સતત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે અધ્યક્ષતા
Union Cabinet meeting to be held for 3 consecutive days in Parliament House, Prime Minister Narendra Modi to preside (File)

Follow us on

PM Modi: સંસદ ભવન (Parliament)ના સભાગૃહમાં 3 દિવસ સતત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાશે. જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) કરશે. 10થી 12 ઓગસ્ટ સુધી દરરોજ સાંજે 6 વાગ્યે બેઠક યોજાશે. જેમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તમામ મંત્રી પોતાના મંત્રાલયોના તે કામનું લિસ્ટ બનાવી બેઠકમાં સામેલ થશે, જે કામ હાલના સંસદ સત્રમાં થઈ શક્યું નથી. જે કામ ચોમાસું સત્રમાં હોબાળાના કારણે નહીં થઈ શક્યું, તે કામનું લિસ્ટ તમામ મંત્રીઓને તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.

તમામ મંત્રી પોતાના મંત્રાલયના આગામી 1 વર્ષ સુધી નક્કી કરેલા કામનું લિસ્ટ બનાવીને બેઠકમાં આવશે. એટલે આગામી 1 વર્ષ સુધી મંત્રાલયોના એજન્ડાને લઈ જવું પડશે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટીની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ન્યાય અને શિક્ષણને લઈ બે મોટા નિર્ણય લેવામાં આવ્યા. તે સિવાય પણ ઘણા મુદ્દે વાત થઈ છે. મીટિંગ બાદ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદ કરી આ નિર્ણયો વિશે જણાવ્યું.

ઝડપી ન્યાય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના માટે મંજૂરી

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે મહિલાઓ અને છોકરીઓની સાથે જાતીય ગુનાઓ થવા પર ન્યાય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને દુષ્કર્મના કેસોમાં પીડિતાઓને ઝડપી ન્યાય મળી શકશે. તેમને જણાવ્યું કે દેશમાં લગભગ 1,023 ફાસ્ટ ટ્રેક કોર્ટ છે, જે નિયમિત ચાલતી રહેશે. તેમાં 389 પોક્સો કોર્ટ છે, જે પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા કેસની સુનાવણી કરે છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે 2019માં આ યોજનાને લોન્ચ કરવામાં આવી હતી. આજની મીટિંગમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ 31 માર્ચ 2023 સુધી તેને ચાલુ રાખવામાં આવશે. આ યોજનામાં કુલ ખર્ચ 1572.86 કરોડ રૂપિયા થશે. તેમાં કેન્દ્ર સરકારની ભાગીદારી 971.70 કરોડ રૂપિયા હશે. જ્યારે બાકી 601.16 કરોડ રૂપિયા રાજ્ય સરકાર ખર્ચ કરશે.

2.94 લાખ કરોડનું સંયુક્ત શિક્ષણ મંજૂર

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે કેબિનેટે 2.94 લાખ કરોડ રૂપિયાની સમગ્ર શિક્ષણ-2 યોજનાને મંજૂરી આપી છે. આ અંતર્ગત શિક્ષણમાં નવીન પ્રયોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં નાના બાળકો માટે સરકારી સ્કૂલોમાં પણ પ્લે સ્કૂલ શરૂ કરવાની વાત પણ કરવામાં આવી છે. જેમાં 3 વર્ષની ઉંમરથી જ બાળકો રમતા-રમતા શિક્ષણ પણ મેળવશે.

નવી શિક્ષણ નીતિમાં ભણતર અને કમાણી પર જોર

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આગળ જણાવ્યું કે નવી શિક્ષણ નીતિ પર ભણતર અને કમાણી પર જોર આપવામાં આવ્યું છે. તેના માટે વોકેશનલ એજ્યુકેશન પર સરકારનું ફોક્સ છે. તેમને જણાવ્યું કે શરૂઆતના 3 વર્ષ એટલે કે ધોરણ 6, 7 અને એક્સોપોજરને વધારવામાં આવશે. ત્યારબાદના 4 વર્ષ એટલે કે ધોરણ 9, 10, 11 અને 12માં સમય અને બજારની જરૂરિયાત મુજબ સ્કીલ ડેવલપ કરવામાં આવશે. તેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ, સોફ્ટવેર કોડિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી જેવા વિષયોને સામેલ કરવામાં આવશે.

Next Article