વડાપ્રધાન મોદીએ તિહાડ જેલની ધમકી આપતા NCPના નેતાઓએ મોદી સામે ખોલ્યો મોર્ચો, કર્યા પ્રહારો

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ મહારાષ્ટ્રના ગોંદિયામાં આયોજીત પ્રચાર સભામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓને તિહાડ જેલની ધમકી આપી, જેને લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ તેમના વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. https://youtu.be/Mxf1zJ8bYrM પીએમ મોદીના આ નિવેદન બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓએ તેમની આકરા શબ્દોમાં નીંદા કરી હતી. ધારાસભ્ય જીતેંદ્ર આવ્હાડે કહ્યું કે આવી ધમકીઓથી કોઈ ગભરાતું નથી.  રાષ્ટ્રવાદી […]

વડાપ્રધાન મોદીએ તિહાડ જેલની ધમકી આપતા NCPના નેતાઓએ મોદી સામે ખોલ્યો મોર્ચો, કર્યા પ્રહારો
| Edited By: | Updated on: Apr 05, 2019 | 11:26 AM

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ મહારાષ્ટ્રના ગોંદિયામાં આયોજીત પ્રચાર સભામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓને તિહાડ જેલની ધમકી આપી, જેને લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ તેમના વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે.

https://youtu.be/Mxf1zJ8bYrM

પીએમ મોદીના આ નિવેદન બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓએ તેમની આકરા શબ્દોમાં નીંદા કરી હતી. ધારાસભ્ય જીતેંદ્ર આવ્હાડે કહ્યું કે આવી ધમકીઓથી કોઈ ગભરાતું નથી.  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય જીતેંદ્ર આવ્હાડનું કહેવું છે કે  “આ લોકો રોજ 24 કલાકમાં પાંચ-પાંચ મિનિટે વિરોધીઓને ડરાવવાનું કામ કરે છે, તમને પણ પકડીશું, તમારાથી કોઈ ડરતું નથી,ધરપકડનો ડર બતાવીને લોકોને ભગાવનારા તમે હશે, અમે નહીં”

 

TV9 Gujarati

 

મોદી અને ફડણવીસ સરકારના કાર્યકાળમાં બેહિસાબી સંપત્તિના મામલામાં સૌથી વધુ સમય જેલમાં ગુજારનારા એનસીપી નેતા છગન ભુજબળ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય છગન ભુજબળે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે ઈડીના કેસ તમામ વિરોધીઓ પર જ નાખવામાં આવ્યા છે.. “ચિદમ્બરમ પર છે, પંડિત જવાહરલાલ નહેરુની સંસ્થા નેશનલ હેરાલ્ડ પર નાખ્યો છે, જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ફસાવવાનો પ્રયાસ છે. હુડા પર છે, એવી દરેક વ્યક્તિને તપાસ અને ધરપકડનો ડર દેખડવામાં આવે છે, જેઓ તેમના વિરોધમાં બોલે”

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]