Bengal Violence : બંગાળમાં ફાટી નીકળેલી હિંસા અંગે PM MODIએ વ્યકત કરી ચિંતા, રાજ્યપાલ સાથે કરી વાત

|

May 04, 2021 | 3:20 PM

Bengal Violence : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે વાત કરી છે અને પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

Bengal Violence : બંગાળમાં ફાટી નીકળેલી હિંસા અંગે PM MODIએ વ્યકત કરી ચિંતા, રાજ્યપાલ સાથે કરી વાત
FILE PHOTO

Follow us on

Bengal Violence : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો બાદથી હિંસા શરૂ થઇ ગઈ છે, વિવિધ વિસ્તારોમાં તોડફોડ અને આગ લગાડવાના બનાવો બની રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે વાત કરી છે અને પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે મંગળવારે બપોરે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ફોન પર વાત કરી હતી અને બંગાળની હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

આ ટ્વીટમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે લખ્યું છે કે વડાપ્રધાને ફોન કરીને કાયદો અને વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. જગદીપ ધનખડે આ સાથે મમતા બેનર્જીને પણ ટેગ કર્યા છે.આગળ તેમણે લખ્યું છે કે બંગાળમાં હિંસા (Bengal Violence), બર્બરતા, લૂટ અને બેરોકટોક થતી હત્યાઓ અંગે PMO સાથે ગંભીર ચિંતા શેર કરી છે.

બંગાળમાં હિંસામાં 5 લોકોના મૃત્યુ
ભારતીય જનતા પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે નંદીગ્રામ, કોલકાતા, આસનસોલ સહિતના ઘણા વિસ્તારોમાં તેમના સમર્થકો, કાર્યકરોની દુકાન લૂંટી લેવામાં આવી છે અને મકાનોને આગ ચાંપી દેવામાં આવી છે. એટલું જ નહીં, મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, જ્યારે ઘણાં કાર્યકરોની હત્યા કરવામાં આવી છે. બંગાળમાં ચૂંટણી બાદ શરૂ થયેલી હિંસા (Bengal Violence)માં લગભગ પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

પરિવાર સહીત રાજ્ય છોડવાની ફરજ પડી
પશ્ચિમ બંગાળમાં હવે સ્થિતિ એવી છે કે ભાજપના કાર્યકરોને પરિવાર સહિત રાજ્ય છોડવાની ફરજ પડી રહી છે. આવું જ કંઈક ભાજપના કાર્યકર ગણેશ ઘોષ સાથે થયું હતું. વિશ્વ ભારતી શાંતિનિકેતનથી પાંચેક મિનિટ દૂર ખોઇ હાટમાં તેમના શકુંતલા ગામ રિસોર્ટ પર ટીએમસી સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તોડફોડ કરવામાં આવી હતી. ભાજપના કાર્યકર ગણેશ ઘોષે જીવ બચાવવા પરિવાર સહિત રાજ્યમાંથી ભાગવુ પડ્યું હતું.

Next Article